એસ.ઓ.જી. એ ચાર શખ્સોની ધરપકડ કરી 1400 કિલો લોખંડના સળીયા કબ્જે કર્યા
હળવદ પંથકમાં ટ્રાન્સપોર્ટ દ્વારા લોખંડના સળીયા ટ્રેલરમાં જતા રસ્તામાં જ લોખંડની ભારીઓ છળકપટ રીતે ઉતારી છેતરપીડી અને વિશ્વાસઘાત કરતા ડ્રાઇવરો તથા ઠગ ટોળકીને રંગેહાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ કોયબા રોડ, સ્વામીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નેજા બાયો પેલેટ કારખાનાની પાછળના ભાગે આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં લોખંડની કંપનીમાંથી ટ્રેલરમાં વેપારીને સપ્લાય થતા લોખંડના સળીયા ટ્રેલરના ડ્રાઇવર તથા ગઠીયાઓ મળી ટ્રેલર (ટ્રક) માંથી ચોરી-છુપી લોખંડના સળીયા ચોરી, ટ્રેલર માલીક તથા વેપારી કંપની સાથે વિશ્વાસઘાત તેમજ ઠગાઇ કરી આર્થીક લાભ મેળવતા હોય જેઓને સ્થળ ઉપર ટ્રેલરમાંથી લોખંડના સળીયા ઉતારતા લાઇવ પકડી પાડી સ્થળ ઉપરથી લોખંડના સળીયા કિંમત રૂપીયા 77000/-નો મુદામાલ ગણી સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબજે કરેલ તેમજ હાજર મળી આવેલ મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ કારડીયા રાજપુત ઉ.વ.28 ધંધો ખેતી રહે.ઘનશ્યામપુર ગામ તા.હળવદ જી.મોરબી તથા દિલીપસીંઘ અમરસીંઘ અટક પંવાર જાતે રાજપુત ઉ.વ.32 ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે.
રૂઢાના કૈના કા તાલાબ પોસ્ટ તારાગઢ તા.બીયાવર જીલ્લો અજમેર રાજસ્થાનનાઓને પુછપરછમાં લોખંડના સળીયા વજન 1400 કિલોગ્રામ કિ.રૂપીયા 77000/- તથા મોબાઇલ ફોન નંગ-02 કી.રૂ.10000/- સદર સળીયા બીલ વગરનો મુદ્દામાલ શક પડતી મિલ્કત સાથે મળી આવતા મજકુર બન્ને આરોપીઓને સી.આર.પી.સી.કલમ-41(1) ડી મુજબ ધોરણસરની કાયદેસર કાર્યવાહી કરી સદરહુ ટ્રેલરના માલીકનો સંપર્ક કરતા આ સળીયા કાઢવામાં ટ્રેલરના ડ્રાઇવરો તથા નરેન્દ્રસિંગ પુરણસિંગ રાવત જાતે રાજપુત ઉવ.36 રહે.નાનીયા ખુડી પદમેદા હામેલા કી બેર તા.ભીમ જી.રાજસમન્દ (રાજસ્થાન) તથા મહાવિરસિંગ શંકરસિંગ ચૌહાણ જાતે રાજપુત ઉવ.31 રહે.પદમેલા હામેલા કી બેર તા.ભીમ જી.રાજસમન્દ (રાજસ્થાન) ઇસમોએ મળી ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાશઘાત કરી ઓળવી જતા આ બાબતે કુલ છ ઇમસો વિરૂધ્ધ ગુન્હો રજી.કરાવી ચાર ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, તથા પોલીસ હેડ કોન્સ, રસીકકુમાર કડીવાર તથા સબળસિંહ સોલંકી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ સંઘાર તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.