ઘણી વખત માણસ માનસિક સંતુલન ગુમાવી દેતા વિવિધ પ્રકારના વિકૃતિનો ભોગ બને છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રની મહિલાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૪૦ વર્ષીય મહિલા સંગીતાના પેટમાંથી એક ઈંચ લાંબા નખ, નટ-બોલ્ટ, યુ-પીન, બ્રેસલેટ, ચેન, મંગળસૂત્ર, કોપર રીંગ અને બંગડીઓ સહિતની લોખંડની ચીજ-વસ્તુઓ મળી આવી હતી. જવેલરી શોપની એકપણ વસ્તુઓ એવી નથી જે આ મહિલાના પેટમાં ન હોય.
૩૧મી નવેમ્બરના રોજ શેરકોટડા વિસ્તારમાં સંગીતા નામની મહિલા માનસિક સંતુલન ગુમાવતા જયાં-ત્યાં રખડતી ભટકતી મળી આવી હતી. જેને પેટમાં દુ:ખાવાની સમસ્યા પણ રહેતી હતી. ત્યારબાદ કોર્ટના ઓર્ડરથી તેને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાના આદેશો અપાયા હતા. મહિલાની તબીયત લથડતા તેને સિવિલમાં ખસેડાતા એકસ-રેમાં સામે આવ્યું હતું કે, તેના પેટમાં ખૂબજ ભારે અને મોટી ગાઠ થઈ ગઈ છે. મહિલાનું પેટ પથ્થર જેવું કડક થઈ ગયું હતું.
સેફટી પીન તેના ફેફસામાં ઘુસી ગઈ હતી. સિવિલ હોસ્પિટલના સર્જન નીતિન પરમારે આ પરિસ્થિતિને કાબુમાં લેવા સંગીતાનું ઓપરેશન તાત્કાલીક ધોરણે કરવાનો નિર્ણય લીધો હતો. અઢી કલાકથી વધુ સમય ચાલતા આ ઓપરેશનમાં વધુ એક ચોકાવનારી બિમારી વિશે જાણ થઈ હતી કે, મહિલાને અકપહેગીયા નામની બિમારી છે.
અકપહેગીયા ખુબજ રેર ડિસોર્ડર છે જેમાં વ્યક્તિ તીક્ષ્ણ લોખંડની ચીજ-વસ્તુઓ ખાય છે. સામાન્ય રીતે આ બીમારી માનસિક અસંતુલીત લોકોમાં જોવા મળતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી આ મહિલા લોખંડની વિવિધ વસ્તુઓ પોતાના પેટમાં પધરાવતી આવી હતી અને કુલ ૧.૫ કિલો જેટલુ લોખંડ સંગીતા ખાઈ ચૂકી હતી.
સાઈકેટ્રીસ અર્પણ નાયક કે જેઓ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન બાદ સંગીતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. અમે શીરડીમાં રહેતા તેના ભાઈ તેમજ પરિવારની તપાસ કરી રહ્યાં છીએ અમને આશા છે કે તેમનું પરિવાર મળી જશે.