કિંગ્લ ઈલેવન પંજાબને ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે રવિવારે (૮ એપ્રિલ) દિલ્હી ડેયર ડેવિલ્સ વિરુદ્ધ રમા આ ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી. કે.એલ રાહુલે માત્ર ૧૪ બોલમાં ૫૧ રન બનાવ્યા. રાહુલની આ ઈનિંગ પ્રશંસા કરતા પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે પોતાના ભાઈ યુસુફ પઠાણને ચેલેન્જ આપી દીધી. હકીકતમાં કે.એલ રાહુલ પહેલા આ રેકોર્ડ યુસુફ પઠાણના નામ પર હતો. તેણે ૨૦૧૪માં ૧૫ બોલમાં ફિફ્ટી બનાવી હતી.ઈરફાન પઠાણે ટ્વીટ કરીને કે.એલ રાહુલને શાબાશી આપી અને યુસુફને કહ્યું કે, ભાઈ ચલો ૧૩ બોલમાં ફિફ્ટી બનાવીએ. તેના પર યુસુફ પઠાણે પણ મજેદાર જવાબ આપ્યો.
યુસુફે ટ્વીટમાં લખ્યું કે, મારા માટે ૧૩ બોલમાં પણ ૫૦ બનાવવાનો ટ્રાય કરીશ ઈન્સાહ અલ્લાહ ભાઈ અને કે.એલ રાહુલ સારું રમ્યો. ઈરફાન પઠાણ તને કોમેન્ટ્રી કરતા જોવો આનંદની વાત છે. ઉમ્મીદ છે કે આઈપીએલની નવી ભૂમિકામાં તને મજા આવી રહી હશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,