સૌરાષ્ટ્ર ના પાટનગર રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ નું વિશાલ મહા સંમેલન યોજાયું હતું. જેમાં અખિલ સૌરાષ્ટ્ર – કચ્છ ફકીર સમાજ ના હોદ્દેદારો ની મુદત પૂર્ણ થતા લોકશાહી ઢબે ચુંટણી યોજવામાં આવી હતી. પ્રમુખ પદ ના ચાર ઉમેદવારો હનીફ્ષા શાહમદાર, ઉસ્માન ગની કુરેશી, ફિરોઝ પઠાણ, અને વંથલી ના ઈરાફાન શાહ એ ચુટણી જંગ માં જમ્પલાયું હતું, સૌરાષ્ટ્ર – કચ્છ માંથી ઉપસ્થીક ફકીર બિરાદરોએ પ્રથમ વખત બેલેટ પેપર થી મતદાન કુટીર માં જઈ મતદાન કર્યું હતું.
મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા ફકીર સમાજ દ્વારા નિયુક્ત ચુંટણી અધિકારી એ મત ગણતરી કરતા પ્રમુખ પદ ના ચાર ઉમેદવારો પૈકી જુનાગઢ જીલ્લા ના યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ ને પોતાના હરીફ ઉમેદવારો કરતા વધુ મત મળતા તેમને વિજય જાહેર કરાતા જ વિજેતા ઉમેદવાર નાં સમર્થકો માં હર્ષોલ્લાસ ફેલાઈ જવા પામેલ અને ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ફૂલહાર કરી અભિનંદન પાઠવેલ હતા.
વધુમાં પ્રમુખ પદે વિજયી થયેલા યુવા જાગૃત અગ્રણી ઈરફાન શાહ એ ફકીર સમાજ નાં મતદારો નો જાહેર આભાર પ્રગટ કરતા જણાવેલ કે, સમાજ નાં મતદારો દ્વારા મુકવામાં આવેલ વિશ્વાસ ને સાર્થક કરવા નિષ્ઠા પૂર્વક પ્રયત્ન કરીશ, ફકીર સમાજ ના હક્ક હિત અને અધિકાર માટે સરકાર શ્રી માં યોગ્ય રજૂઆત કરવાની ખાત્રી આપી સમાજ નાં હિત માં સતત કાર્યરત રહેવાની બાહેંધરી આપી હતી.
આ સંમેલન અને ચુંટણી કાર્યવાહી કાર્યક્રમ ને સફળ બનાવવા રાજકોટ નાં ચમનશા બાપુ, યાસીન બાપુ શાહમદાર, રફીક નિકાવા વાલા, આમદશા બાપુ, દિલાવર બાપુ કનોજીયા,હારૂનશા શાહમદાર સહિતના આગ્રાણીઓ એ જહેમત ઉઠાવી હતી.