હઝરત નિઝામુદીન ઓલિયા રહીમના ગાદિપતીઓ દ્વારા ઈરફાન અહમદનું પાઘડી પહેરાવી સન્માન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૦ જન્મદિવસને ૧૪ સપ્ટેમ્બરી ૨૦ સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહના સ્વરુપે ઉજવવામાં આવનાર છે ત્યારે ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈરફાન અહમદ ના નેતૃત્વમાં તેમની ટીમ સો પ્રસિદ્ધ દરગાહ હઝરત ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા રહીમ ની દરગાહ પર પહોંચી તેઓએ ૭૦ લોકોને માસ્ક વિતરણ કર્યું, ૭૦ લોકોને ભોજન કરાવ્યું અને ૭૦ લોકો ને શરબત પીવડાવ્યું. તેઓએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ અંગે લોકોને જાગૃત રહેવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તેઓએ દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે તેમજ પ્રધાનમંત્રીના સ્વાસ્થ્ય માટે વિશેષ દુઆ કરી હતી. હઝરત નિઝામુદ્દીન ઓલિયા રહીમના ગાદીપતિઓ દ્વારા ઈરફાન અહમદનું પાઘડી બાંધી સ્વાગત કરાયું હતું.
આ તકે ઈરફાન અહેમદે પત્રકારોને જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિવસ પર ગરીબ, અના,મજુર,જરૂરિયાતમંદો, વિધવાઓ અને વિકલાંગોની મદદ અને સેવા કરવી. વધુમાં જણાવ્યું કે દેશમાં આ પહેલા ક્યારેય આટલા વિકાસ ના કામો યા ની જેટલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છ વર્ષમાં કર્યા. તેઓએ આત્મનિર્ભર ભારત અંતર્ગત તમામ ઉદ્યોગો અને શિલ્પકારો માટે ઘણા સારા કામ કર્યા જે સુવર્ણ અક્ષરે દેશના ઈતિહાસમાં લખાશે. પ્રધાનમંત્રીએ દેશમાં વૈશ્વિક મહામારી ને નિયંત્રિત કરી જેનાી વિશ્વના અનેક મોટા નેતાઓ હેરાન છે અને પ્રધાનમંત્રી ના વખાણ કરી રહ્યા છે.