આઈસીસી વન ડે રેન્કિંગમાં પાંચમા સ્થાને શુભમન ગીલ જ્યારે પ્રથમ સ્થાને પાકિસ્તાનનો બાબર આઝમ

આઈસીસી વન ડે રેન્કિંગ બહાર પાડવામાં આવી છે જેમાં આયર્લેન્ડના હેરી ટેકટરે ભારતના વિરાટ કોહલી અને આફ્રિકાના ડિકોકને પાછળ રાખી દીધા છે એટલું જ નહીં શુભ મન ગીલ યથાવત પાંચમા સ્થાને પોતાનું સ્થાન કર્યું છે તો પ્રથમ સ્થાને પાકિસ્તાનનો બાબર આઝમ રહ્યો છે.

આયર્લેન્ડના 23 વર્ષીય ખેલાડીએ બાંગ્લાદેશ સામે 50 ઓવર એટલે કે વન-ડે મેચમાં 140 રન સર્વાધિક ફટકારી આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનું સ્થાન સાતમા ક્રમે સુનિશ્ચિત કર્યું છે જ્યારે આઠમા ક્રમ ઉપર વિરાટ કોહલી અને નવમા ક્રમ ઉપર ડીકોક છે. આયર્લેન્ડના હેરીએ 722. અંકે કર્યા છે ને વનડે રેન્કિંગમાં આયર્લેન્ડ નો અત્યાર સુધીનો પ્રથમ ખેલાડી બન્યો છે કે જે ટોપ ટેનમાં સ્થાન સુનિશ્ચિત કર્યું હોય.

ત્યારે ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા દસમા ક્રમે ઓસ્ટ્રેલિયા ના સ્ટીવ સ્મિત 11 માં સ્થાને અને ઇંગ્લેન્ડનો જોશ બદલર 15માં સ્થાન પર જોવા મળ્યો છે. શુભમન ગિલની યશસ્વી ઇનિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જોવા મળી તેનાથી ભારતીય ટીમને સારો એવો ઓપનિંગ બેટ્સમેન મળી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.