IRCTC મુખ્ય પાંચ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે: દિલ્હી-લખનઉ ‘તેજસ ટ્રેન’ મોડી થશે તો મુસાફરોને વળતર મળશે
એક સમયે ભારતીય રેલ્વેની ઓળખ એવી હતી કે કોઈ પણ ટ્રેન હોય તે તેના સમયથી હર હંમેશ મોડી ચાલતી હતી આ ઉપરાંત કોઈ ટ્રેન જો વહેલી તેમજ સમયસર પહોચી જતી તો એક બ્રેકિંગ ન્યૂઝ બની જતાં હતા. જો કોઈ ટ્રેન સમય પ્રમાણે ચાલતી હોય તો લોકો અચંભો પામતા હતા પરંતુ આજના સમયમાં IRCTC (ઇન્ડિયન રેલ્વેઝ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ આ વાતને નિરર્થક સાબિત કરી દીધી છે તેવું ચોક્કસ પણે કહી શકાય જે નીચેની વિગત પરથી તમે સમજી જશો.
હાલ IRCTC કુલ ૫ મુદ્દા પર ફોકસ કરીને ચાલી રહી છે. જે ખાસ કરીને આવતા દિવસોમાં ઇન્ડિયન રેલ્વેની ઓળખ બદલી નાખશે. જેમાં અનુક્રમે રેલ્વેમાં આપવામાં આવતા ફૂડને લઈને છે, IRCTC મુસાફરોને સમયસર તેમજ ક્વોલિટી ફૂડ આપશે,સારી કેટરિંગ સર્વિસ આપશે જેમાં ખાસ લોકોના સ્વાસ્થ્યની તકેદારી રાખવામા આવશે. આ ઉપરાંત IRCTC ઇન્ડિયન રેલ્વેની ઓળખ બદલવા તેમજ રેલ્વે ટુરિઝમને ડેવલપ કરવા ફોરેન કંટ્રીમાં ટ્રેનમાં મળતી સગવડો જેવી સારામાં સારી સુવિધા-સવલતો તેમજ એમ્બીયન્સ આપશે જેથી ટુરિઝમને વેગ મળશે. IRCTC આવતા દિવસોમાં ભારતીય રેલ્વેના મધ્યમથી મુસાફરી કરતાં યાત્રિકોને સુદ્રઢ સર્વિસ આપવાની પૂર જોશે યોજનાઓ બનાવી રહી છે અને તેના પર અમલવારી કરી રહી છે.
આ તમામ મુદ્દાઓનું જીવંત ઉદાહરણ તેજસ ટ્રેન હશે તેવું હાલ સ્પષ્ટપણે મનાઈ રહ્યું છે. એક સમયે ભારતીય રેલ્વેની ફૂડ સર્વિસને લોકો વખોળતા હતા પરંતુ હવે IRCTC ઇન્ડિયન રેલ્વેની નબળાઈને તેની તાકાતમાં પરિવર્તિત કરશે તેવું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે અને આ IRCTC નું માત્ર પ્રથમ પગથિયું છે. જે આવતા દિવસોમાં ઇન્ડિયન રેલ્વેને એક અલગ ઓળખ આપશે.
ગત મંગળવારના દિવસે IRCTC એ સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે આગામી તારીખ ૪ ઓક્ટોબરના રોજ થી શરૂ થનારી દિલ્હી-લખનઉ “તેજસ ટ્રેન વિલંબના કિસ્સામાં તેમના તમામ મુસાફરોને વળતર આપશે આ વિષે વિસ્તૃત માહિતી આપતા IRCTC ના ટોચના અધિકારીએ જણાવ્યુ હતું કે ટ્રેન સમયસરના પહોચે તો મુસાફરોને સમય પ્રમાણે વળતર આપવાની ખાસ જોગવાઈ IRCTC દ્વારા કરવામાં આવી છે. અનુક્રમે એક કલાક જેટલી મોડી પહોચતી ટ્રેનના મુસાફરોને રૂ. ૧૦૦ તેમજ બે કલાક જેટલી મોડી પહોચતી ટ્રેનના મુસાફરોને રૂ. ૨૫૦ વળતર રૂપે ચૂકવવામાં આવશે. ઉપરાંત IRCTC એ સત્તાવાર રીતે જણાવ્યુ હતું કે તેજસ ટ્રેન માં મુસાફરી કરનારા લોકોને અનિચ્છનીય ઘટના સંદર્ભે રૂ ૨૫ લાખનો વીમો ઉપરાંત ચોરી-લૂંટ ના કિસ્સામાં મુસાફરને એક લાખ રૂપિયા સુધીનું વળતર IRCTC દ્વારા ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત IRCTC ટૂંક સમયમાં જ ખાસ ગુજરાતને પણ નવી ભેટ આપવા જઈ રહી છે જેમાં આગામી ડિસેમ્બર માસમાં અમદાવાદ-મુંબઈ તેજસ એક્સ્પ્રેસ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. જેમાં ઉપરોક્ત તમામ સુવિધા ઉપલબ્ધ કરવવામાં આવશે.
ઉપરોક્ત તમામ મુદ્દાઑને અનુલક્ષીને કહી શકાય કે આગામી દિવસોમાં IRCTC ભારતીય રેલ્વેની છબીને સંપૂર્ણપણે બદલી નવી ઓળખ ઊભી કરવા જઈ રહ્યું છે.