જો તમે પણ મોટેભાગે ટ્રેનમાં સફર કરો છો તો આ સમાચાર તમારા માટે છે.તાજેતરમાં ઑનલાઇન એપ અને વેબસાઇટના માધ્યમથી ટિકિટ બુક કરાવવા સિવાય ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)એ ટિકિટ બુકિંગ માટે નવી સુવિધા શરૂ કરી છે. હવે IRCTCનું ઇ-વૉલેટ યૂઝ કરનાર યૂઝર ‘રેલ કનેક્ટ’ એન્ડ્રોઇડ એપથી પણ ટિકિટ બુક કરાવી શકે છે અને તેના મદદ તત્કાલનું પણ બુકિંગ કરાવી શકાશે.IRCTCએ ટ્વીટના માધ્યમથી આ અંગેની જાણકારી આપી છે.
Now #IRCTC e-wallet users can book #rail e-tickets including of #Tatkal quota through IRCTC Rail Connect Android App. Download now! Just log on to https://t.co/s3mX8VqAiN pic.twitter.com/3h4F3Id7WX
— IRCTC (@IRCTCofficial) May 1, 2018
ટ્વીટમાં IRCTCએ લખ્યુ છે કે, હવે IRCTC ઇ-વૉલેટ યૂઝર ઇ-ટિકિટ, તત્કાલ ટિકિટ IRCTC રેલ કનેક્ટ એન્ડ્રોઇડ એપથી બુક કરાવી શકે છે. આ માટે IRCTC E-Wallet યૂઝર પોતાના વૉલેટ રિચાર્જ કરીને બુકિંગ કરાવી શકે છે, IRCTC ઇ-વૉલેટ એક પેમેન્ટ મોડ છે, જેમાં યૂઝર IRCTCને એડવાન્સ પેમેન્ટ કરવું પડશે.
IRCTC ઇ-વૉલેટ યુઝ કરવા માટે યાત્રીઓએ IRCTCની વેબસાઇટ પર પોતાને રજિસ્ટ્રર કરવાનું રહેશે. યુઝર પોતાના પ્રેફરન્સમાં 6 બેંક રાખી શકે છે. IRCTC ઇ-વૉલેટ અન્ય વૉલેટની જેવુ જ છે જેને વેબસાઇટ અને એપ બંને પ્લૅટફૉર્મ પર યુઝ કરી શકાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com