બની કે દર પર લાખો નિશાર હોતે હૈ… બની બિગડે તો દૂશ્મન હજાર હોતે હૈ… અમેરિકાના આક્રમક પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની કારકિર્દી રાષ્ટ્ર પ્રમુખ તરીકે રીપીટ થઈ નથી. જગત જમાદાર બનેલા ડોનાલ્ડ ટ્રમ્પની કસ્તી કિનારે આવી ને જ ડુબી ગઈ હોય તેવી સ્થિતિમાં ટ્રમ્પના ધમપછાડા છતાં તેમને પરાજીત થવું પડ્યું છે. ટ્રમ્પની પડતીની સાથે જ શત્રુ જોરમાં આવી ગયા હોય તેમ ઈરાકે પોતાના જનરલની હત્યામાં ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવી ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. બગદાદ કોર્ટે કાશીમ સુલેમાની અને અબુ મહેંદી અલ મોહદીશની ગયા જાન્યુઆરી મહિનામાં બગદાદમાં જ એરપોર્ટ નજીક થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુ અંગે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવી હત્યા અને કાવતરા બદલ આરોપી ઠેરવી ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. કાશીમ સુલેમાની અને મહેંદી અલ મોહદીશ ઈરાક અને ઈરાનમાં ખુબજ લોકપ્રિય અધિકારી હતી અને તે પ્રારંભથી જ ઈરાન-ઈરાકમાં અમેરિકાની ગેરહાજરીથી નારાજ હતા અને તેમનો વિરોધ કરતા હતા.
ઇસ્લામીક સ્ટેટ ગુ્રપ સામે લડવા બનાવવામાં આવેલા ઇરાનનું પીઠબળ ધરાવતા જુથો સહિત અનેક ઉગ્રવાદીઓના જુથોનું છત્રી સંગઠન અને રાજ્યની માન્યતા પ્રાપ્ત પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સનો અલ મુહાન્દીસ નાયબ નેતા હતો. જ્યારે સુલેમાની ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો વડો હતો. ધરપકડ વોરન્ટ પૂર્વ નિયોજીત હત્યા માટે હતો જેમાં આરોપ સાબીત થાય તો ફાંસીની સજા અપાય છે. જો કે આ વોરન્ટ ટ્રમ્પને બજાવવામાં આવે તેની શક્યતા ઓછી છે.