વિદેશી કંપનીઓ કે નાગરિકોનું વેરીફીકેશન કરવામાં રાજય સરકારના વિભાગો કે પોલીસ દ્વારા ક્ષતિ રહી શકે તેવી દહેશતની ચેતવણી અપાઈ
સરકાર દેશમાં ટેરર ફંડીંગ મામલે ચિંતીત છે. સ્વૈચ્છીક સંસ્થાઓના નામે દેશમાં આતંકી પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે અનેક દેશોમાંથી નાણા ઠલવવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃતિને રોકવા સુરક્ષા સંસઓ ઘણા સમયથી દરોડા પાડી રહી છે. ત્યારે ઈરાક, ઈરાન, સીરીયા, અફઘાનિસ્તાન અને શ્રીલંકા સહિતના દેશોના નાગરિકો સાથે કોઈપણ જાતનો વ્યવહાર કરતા પહેલા રાજય સરકારને સચેત રહેવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાકીદ કરવામાં આવી છે.
દેશની સુરક્ષાના મામલે ગૃહ મંત્રાલય દ્વારા કેટલાક નવા સુચનો રાજય સરકારોને આપવામાં આવ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય સુરક્ષા વિભાગને એવું માલુમ પડયું છે કે, સંવેદનશીલ કેટેગરીમાં મુકેલા દેશોની કંપનીઓ તથા નાગરિકો સાથે રાજય સરકારના વિભાગો અને પોલીસ વિભાગ સીધો વ્યવહાર કરી રહ્યાં છે. દેશની સુરક્ષા મામલે રાજય સરકારના વિભાગો અને પોલીસ દ્વારા આવા દેશો સાથેના સબંધો મુશ્કેલી સર્જી શકે. રાજય સરકાર અવા પોલીસ વિભાગને સંવેદનશીલ કેટેગરીમાં મુકેલા દેશોને વેરીફાય કરવા મામલે મુશ્કેલી થઈ શકે. ઉપરાંત કેટલીક ક્ષતીઓ રહી જાય તેવી દહેશત પણ છે. પરિણામે આવા દેશોના નાગરિકો કે કંપનીઓ સાથે સીધો વ્યવહાર ન કરવા ચેતવણી અપાઈ છે.