ફર્ઝાન ફિલ્ડ માટે ઈરાન હવે રશિયા સાથે હાથ મિલાવશે!
ઈરાને રશિયન ઓઈલ કંપનીઓ સાથે ફર્ઝાન બી ગેસ ફિલ્ડના વિકાસ માટે હાથ મિલાવી વિચાર કર્યો છે. અગાઉ ભારતના રાજયો દ્વારા આ વિકાસની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે શું ઈરાનનું ઓઈલ ભારતીય કંપનીઓનાં હાથમાંથી જશે?
આ બનાવ પાછળનું કારણ નવીદિલ્હી દ્વારા ઈરાનીયન ઓઈલની ખરીદીમાં કાપ મૂકાતા તહેરાન ખાતે વિકાસમાં અવરોધ ઉભો થયો હોવાનું માનવામાં આવે છે. ઈરાનના ઓઈલમંત્રી બીજન ઝનગનેહ દ્વારા અપાયેલ નિવેદન મુજબ રશિયન ફર્મસે આ વિકાસમાં રસ દાખવ્યો છે. જયારે ભારત સાથેની સંધી સારી ઓફર ન આવવાના કારણે નિષ્ફળ ગઈ છે. ભારતનાં સતાધીશો દ્વારા નબળી ભૂમિકા રહી હોવાનું નિવેદન ઈરાનના સતાધીશો દ્વારા આપવામાં આવ્યું હતુ જેમાં બંને દેશો દ્વારા હકારાત્મક પગલા ભારતમાં વિકાસ માટે ધરવા જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું હતુ.
જયારે સુત્રો જણાવે છે કે તહેરાન બાબતે હવે નવી નીતિ અવરોધો માટે હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતનું યોગદાન ખૂબજ ઓછુ નોંધાયું હોઈ અન્ય દેશો સાથે આ કરાર હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ભારત-ઈરાન વચ્ચે આ ક્ષેત્રે કરાર ૨૦૦૮માં થયેલ કરાર મુજબ નોંધનીય ભૂમિકાના કારણે ઓએનજીસીને વિદેશમાં સફળતા મળી હતી આ સંધીના કારણે ઓવર્સિસ એકવેશન આર્મસ હેઠળ ફલેગશીપનો વિસ્તાર થયો હતો. આ સંધી હેઠળ ભારતે અમેરિકન ઈફેકટ સામે ઈરાન પાસેથી તહેરાનના ન્યુકિલયર પ્રોગ્રામનો અભ્યાસ કર્યો હતો. તેમજ તેમનું ક્રુડ ખરીદવાનું ચાલુ રાખ્યું હતુ તેમજ ઓઈલ ક્ષેત્રે પણ ખરીદીમાં વધારો કર્યો હતો. તો શું ભારતીય નીતિમાં થયેલો બદલાવ ભારત-ઈરાનની સંધીને બદલે ત્રીજા દેશના પ્રવેશથી તેલના ક્ષેત્રે ભારતને ગુમાવવાનો વારો ન આવે એવું વિશેષજ્ઞો જણાવે છે.