દિલ્હી તોફાનના મુદે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ખટાસ આવતા બંને દેશોના વેપાર અને ચાબહાર પોર્ટના વિકાસમાં વિઘ્ન ઉભુ થવાની સંભાવના

ભારત અને ઈરાનને દાયકાઓથી સુમેળભર્યા સંબંધો રહેવા પામ્યા છે. મોટાભાગના મુસ્લિમ દેશોનાં મુસ્લિમ કટ્ટરવાદને સમર્થન આપતું હતુ ત્યારે ઈરાને નરમવાદી વલણ અપનાવીને આવા આતંકવાદનો વિરોધ કરતુ આપ્યું છે. ઈરાનમાં ખનિજતેલના વિપૂલ ભંડાર છે જયારે ચોખા જેવી ખાદ્યપદાર્થોની કમી છે. આ મુદે ભારતની સ્થિતિ ઉલ્ટી છે જેથી ભારત અને ઈરાન વચ્ચેના વેપાર સંબંધો ખૂબજ વિકસ્યા છે. ચીને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ડેવલપ કરીને અખાતી સમુદ્રમાં પોતાનો પગદંડો જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે સામે ભારતે ઈરાનના ચાહબાર પોર્ટને ડેવલપકરવાનો નિર્ણય કરીને ચીનને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે.

અમેરિકાએ ઈરાન પર વેપારી પ્રતિબંધો મૂકયા હતા ત્યારે ભારતે અમેરિકાની નારાજગી વ્હોરીને ઈરાન સાથે પોતાના વેપાર સંબંધો જાળવી રાખ્યા હતા આમ ભારતના ઈરાન પર અનેક ઉપકારો છે.

તેમ છતાં, તાજેતરમાં દિલ્હીમાં સીએએનાં વિરોધ અને સમર્થનમાં ઉભી થયેલી અશાંત પરિસ્થિતિમાં અનેક નિદોર્ષ લોકોની જાનહાની થવા પામી હતી જેથી અનેક કટ્ટરવાદી મુસ્લિમ દેશોએ ભારતમાં લઘુમતી મુસ્લિમ લોકો પર દમન તરીકે ઉપસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઈરાન પર જોડાઈ ગયું હોય તેવો ઘાટ ઘડાવવામાં પામ્યો છે.ઈરાનના સુપ્રીમો આયોતુલ્લાહ ખામૈનીએ ભારતના ઉપકારોને ભૂલી જઈને દિલ્હીમાં થયેલા મુસ્લિમોનાં મૃત્યુ મુદે ટીકા કરતા ચકચાર મચી જવા પામી છે.

આયોતુલ્લાહ ખામૈની એક ટવીટમાં લખ્યું હતુ કે ભારતમાં મુસ્લિમો ખતરામાં છે. ભારતમાં મુસ્લિમોના નરસંહારથી વિશ્ર્વભરના મુસ્લિમોનાં દિલ દ્રવી ઉઠ્યા છે.ભારત સરકારે કત્લવાદી હિન્દુ અને તેમના સંગઠનોને કાબુમાં લઈ મુસ્લિમોનાં નરસંહારને અટકાવી દેશને ઈસ્લામિક વિશ્ર્વથી વિખુટુ પડતુ બચાવી લેવું જોઈએ.મંગળવારે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સમદાયને ભારતની આંતરીક બાબતે દખલરૂપ જવાબદાર નિવેદનોથી દૂર રહવે અને વાતાવરણ કલુષિત ન કરવાની અપીલ બાદ ખામૈની આ નિવેદન બહાર આવ્યું છે.ભારત દ્વારા અગાઉ તૂર્કીના રાજદૂતના નિવેદન અને પ્રમુખ એરડોઝનના નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુકે આ નિવેદનો વાસ્તવિકતા નહિ પરંતુ રાજકારણ પ્રેરિત છે. અમને આવા નિવેદનોની અપેક્ષા ન હતી. તુર્કીનાં રાષ્ટ્રપ્રમુખે અંકારામાં ભારત વિરોધી નિવેદન આપતા જણાવ્યું હતુકે ભારતમાં અત્યારે વ્યાપાર પ્રમાણમાં નરસંહાર થાય છે. આ નરસંહારો કોના થાય છે.

5 bannafa for site

મુસ્લિમોને કોણ મરી રહ્યા છે હિન્દુઓ ? આ લોકો કયાંથી વિશ્ર્વ શાંતિની સ્થાપના કરી શકશે આવી પરિસ્થિતિમાં શાંતિ કયાંથી થાય ભારતમાં તેઓ મોટી વસ્તી ધરાવે છે. તેઓ કહે છે કે અમે મજબુત છીએ તૂર્કી ઉપરાંત અમેરિકન થીકટેન્ક દ્વારા પણ દિલ્હી મુદે ભારત પર આક્ષેપો કરવામાં આવ્યા હતા.ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખમૈનીએ ભારતને વણમાંગી નસીહત આપી હતી. કે ભારતના ક્ટ્ટરપંથી હિન્દુઓ અને તેમના પક્ષને કાબુમાં લેવા જોઈએ નહિ તો ભારત ઈસ્લામીક દેશોથી અલગ પડી જશે. દિલ્હીના નરસંહારથી વિશ્ર્વના મુસ્લિમો દુ:ખી થયા છે.આ અગાઉ ભારતના ઈરાની રાજદૂતને બોલાવીને ઈરાનના સતાવાળાઓએ દિલ્હીની હિંસા, અંગે વિરોધ કર્યો હતો. ઈરાન અને ભારત ના મૈત્રી ભર્યા સંબંધો વિશ્ર્વમાં જાણીતા છે. ભારતે તહેરાન સાથષ મૈત્રી ભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. ઈરાનનું ચાબહાર બંદર વિકસાવવામા ભારત ઈરાનની પડખે છે. તેવા સંજોગોમાં ઈરાનના સુપ્રિમ નેતા આયોતુલ્લા ખામૈનીએ ભારત પર દિલ્હીની હિંસા મુદે પક્ષપાતનો આક્ષેપ કરીને જાણેકે પોતાના પગ ઉપર જ કુહાડા મારવા માટે આગળ વધ્યા હોય તેમ ખામૈનીએ ભારતને કટ્ટર હિન્દુવાદને રોકવાની સલાંહ આપી દિલ્હીની હિંસાથી વિશ્ર્વભરનાંમુસ્લિમો દુ:ખી થઈ ગયા છે. અને જો ભારતમાં મુસ્લિમો પરના કહેવાતા અત્યાચારો બંધ નહિ થાય તો ભારતે ઈસ્લામિક વિશ્ર્વથી વિખુટુ પડી જશે. જોકે આયાતુલ્લાહ ખામૈનીના આનિવેદનને વિદેશ નીતિના નિષ્ણાંતોએ નિરર્થક ગણાવ્યું હતુ પરંતુભ રત તેની ગંભીર નોંધ લીધી છે.

બ્રિટન સરકારે પણ સીએએ મુદે ભારત સાથે ચર્ચા કરશે

બ્રિટનના જુનીયર વિદેશ મંત્રી નાઈઝલ હૈદમસે ગૃહમાં જણાવ્યું હતુ કે ઈગ્લેન્ડ સરકાર ભારતનાં સીએએ અને તેની અસરો પર નજર રાખી રહ્યું છે. કારણે ઈગ્લેન્ડ ભારત સાથે નજીકના સંબંધો ધરાવે છે. અને તે ભારત સાથે અધૂરા બની ગયેલા મુદાઓ સાથે ચર્ચા કરશે જેમાં લઘુમતીઓ પર હિંસક હુમલા જેવી બાબતે અમે આવી ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીયસ્તરે ઈરાન, તૂર્કી, બ્રિટન અને અમેરિકાનો કેવાતા માનવ અધિકારના ઝંડા લઈને ફરનારા નેતાઓએ ભારત સામે દિલ્હીમાં હિંસાના મુદે નવો મોરચો ખોલ્યો છે. અલબત ભારત આ મુદે પોતાના આંતરિક મામલામાં દખલગીરી સહન નહિ કરે તેવો મત વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.