જૂનાગઢના સોની વેપારીના રૂા.24.25 લાખનું સોનું લૂંટવાના ગુનામાં ત્રણનો ક્બ્જો રાજકોટ પોલીસને મળ્યો
ડીવાય.એસ.પી. એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ આંતર રાજ્ય ગેંગ દ્વારા આચરેલા 14 ગુનાનો ભેદ ઉકેરવામાં મળી સફળતા
જામનગરમાં સોનાની લૂંટ ચલાવી રાજકોટના સિટી ગેસ્ટ હાઉસ પાસે રૂા.24.25 લાખના પાંચ સોનાના બિસ્કીટની લૂંટ ચલાવી ઇરાની ગેંગ મહારાષ્ટ્ર પહોચે તે પહેલાં સુરેન્દ્રનગર પોલીસે ચાર શખ્સોને ઝડપી પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે. ઇરાની ગેંગની ડીવાય.એસ.પી. એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ કરાયેલી પૂછપરછમાં બાઇક અને કાર લઇ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવી નજર ચુકવી રોકડ અને ઘરેણા તફડાવતા હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે. મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ અને ગુજરાતમાં કુલ 14 જેટલા ગુનામાં ઇરાની ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જૂનાગઢના સોની વેપારીને લૂંટના ગુનામાં ત્રણ શખ્સો રાજકોટ પોલીસે કબ્જો તપાસ હાથધરી છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં જામનગરની વૃધ્ધાના રૂા.1.60ની લૂંટના સોનાના ઘરેણાની બે શખ્સોએ લૂંટ ચલાવ્યા બાદ રાજકોટ પહોચેલા લૂંટારાઓએ જૂનાગઢના વેપારી સોનું ખરીદ કરી પરત જાય તે પહેલાં કરણસિંહજી સ્કૂલ પાસે આંતરી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં લૂંટ ચલાવી બે શખ્સો બાઇક પર ભાગી જતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.
જામનગર અને રાજકોટ પોલીસે લૂંટની ઘટના અંગેના સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારૂનું પગેરૂ દબાવી રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના ટાવર ચોક પાસે મહારાષ્ટ્ર પાસીંગની આઇ-20 કાર શંકા સ્પદ જણાતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના સ્ટાફે કાર અને તેમાં બેઠેલા શાહજોર સહજાદહુસેન સૈયદ, લાલ સમીરિ ઝફર શેખ, યુસુફઅલી અઝીઝઅલી શેખ અને મોસીનઅલી નાસીરઅલી જાફરી નામના મહારાષ્ટ્રના ચાર શખ્સોને પોલીસ મથકે લાવ્યા બાદ ડીવાય.એસ.પી. એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ પૂછપરછ કરતા ચારેય શખ્સોએ જામનગર અને રાજકોટ, લીંબડી અને સુરેન્દ્રનગરની લૂંટ અને ઠગાઇના ગુનાની કબુલાત આપી હતી.
ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ કાર અને બાઇક લઇને ગુજરાતમાં આવી બેન્કમાં પૈસા ઉપાડવા કે જમા કરાવા જતી વ્યક્તિને સ્લીપ ભરવા મદદ કરવાના બહાને નજર ચુકવીને રોકડ તફડાવી લેતા હોવાની તેમજ સોનાના ઘરેણા પહેરીને જતી મહિલાઓને પોલીસના સ્વાંગમાં આગળ ચેકીંગ હોવાનું કહી નજર ચુકવી ઘરેણા સેરવી લેતા હોવાની કબુલાત આપી છે.
ઇરાની ગેંગના છ શખ્સો બે બાઇક અને કાર લઇને આવ્યા હતા તે પૈકી મહારાજ અને અયુબ ભાગી છુટયા હતા. જામનગરમાં વૃધ્ધાના ઘરેણા નજર ચુકવી સેરવી લીધા બાદ રાજકોટમાં જૂનાગઢના સોની વેપારીને પોલીસના સ્વાંગમાં રૂા.24.25 લાખનું સોનાની લૂંટ ચલાવી ભાગી ગયા ઉપરાંત વડોદરા, લીંબડી, સુરેન્દ્રનગર, મહારાષ્ટ્ર અને પશ્ર્ચિમ બંગાળમાં 14 ગુના આચર્યાની કબુલાત આપી છે. રાજકોટના લૂંટના ગુનામાં શાહજોર સજજાદહુસેન સૈયદ, મોહસીનઅલી નાજીરઅલી શેખ અને લાલા સમીર જફર શેખ નામના શખ્સોનો રાજકોટ એ ડિવિઝન પોલીસે કબ્જો મેળવી પૂછપરછ હાથધરી છે.