૨૫૦ થી ૩૦૦ લોકોમોટીવ એન્જિન ખરીદવાનો ઈરાને કર્યો નિર્ણય
ઈરાનના ચાબહાર પોર્ટ જે ભારતની રણનૈતિક મુદ્દાઓના મદદથી બનાવવામાં આવ્યો છે તેની કામગીરી થોડા જ સમયમાં ભારત દેશ સંભાળી લેશે. આ પોર્ટ ઈરાનના સીસ્તાન-બલુચીસ્તાન પ્રાંતમાં આવેલો છે. સાથો સાથ ભારતે ઈરાનની બેંકને પણ મુંબઈમાં પોતાની શાખા સ્થાપિત કરવાની સ્વીકૃતિ પણ આપી દીધી છે જે થોડા જ સમયમાં શરૂ થશે.
ભારતના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ ભારત યાત્રા પર આવેલા ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફ સાથે રાજધાનીમાં એક બેઠક યોજી આ મુદ્દે જાણકારી આપી હતી. કહીં શકાય કે, નિતીન ગડકરી પાસે સડક પરિવહન અને રાજમાર્ગોના વિભાગોની જવાબદારી રહેલી છે જેથી નિતીન ગડકરીએ જણાવતા કહ્યું હતું કે, ચાબહાર પોર્ટ ભારત માટે ખૂબજ મહત્વપૂર્ણ છે જેને લઈ ભારત સરકાર ખૂબજ મહેનત કરી રહ્યું છે.
પોર્ટ સંદર્ભે ઘણા ખરા પ્રશ્નો અને સમસ્યાઓ ઉદ્ભવીત થઈ હતી પરંતુ ઈરાની સરકાર અને તેમના મંત્રી સાથે તમામ સમસ્યાઓને લઈ સમાધાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દક્ષિણી ઈરાનમાં આવેલા ઓમાનની ખાડી પર સ્થિત ચાબહાર પોર્ટ ખુબજ મહત્વપૂર્ણ છે. ઈરાનના પશ્ચીમી તટ પરથી આ સ્થળ ઉપર ખૂબજ આસાનીથી પહોંચી શકાય છે. કયાંકને કયાંક પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ માટે ચાબહાર પોર્ટ એક જવાબ માનવામાં આવી રહ્યો છે જે ગ્વાદર પોર્ટથી માત્ર ૮૦ કિ.મી.ના અંતરે આવેલુ છે.
ચાબહાર પોર્ટ માટે ભારતે સાડા આઠ કરોડ ડોલરના મશીનો ખરીદવા ઓર્ડર પણ બહાર પાડી દીધા છે જે પહેલા મંત્રી નિતીન ગડકરીએ પસરગાદ નામની બેંકને મુંબઈમાં પોતાની શાખા ખોલવા માટેની અનુમતી પણ આપી દીધી છે જે આવનારા ત્રણ મહિનામાં પોતાનું કાર્ય શરૂ કરી શકશે. ઈરાનના વિદેશ મંત્રી જરીફે જણાવતા કહ્યું હતું કે, તેઓ ખૂશ છે કે, ભારતની યુકો બેંક અને ઈરાનની પસરગાદ બેંક સંયુકત રીતે કામ કરી રહી છે જે ચાબહાર પોર્ટ માટે બન્ને દેશો વચ્ચે થતી લેણદેણમાં મદદરૂપ થશે.
ભારત દ્વારા આવનારા દિવસોમાં ચાબહાર પોર્ટ પર કામગીરી શરૂ કરવામાં આવશે તેને લઈ ઈરાન પણ ભારત પાસેથી રેલવે માટે અનેકવિધ કરારો કર્યા છે. જેમાં ઈરાન ભારત પાસેથી રેલ માટે ૧૫૦ થી ૩૦૦ લોકોમોટીવ એન્જિન ખરીદશે. જયારે ચાબહાર પોર્ટ પર રેલવેની કામગીરી ભારતની ઈરકોન કંપનીને સોંપવામાં આવી છે. કહીં શકાય કે ચાઈના બાદ ભારત ઈરાન પાસેથી તેલ ખરીદનાર વિશ્વનો બીજો મોટો દેશ છે .
જેનો આર્થિક વ્યવહાર રૂપિયામાં યુકો બેંક મારફતે કરવામાં આવી રહ્યો છે. જે રૂપિયા તહેરાન ભારતમાંથી વસ્તુઓ ખરીદવા માટે કરશે. એટલે આ ભારતની રાજનૈતિક જીત માનવામાં આવી રહી છે જેથી ભારતની આર્થિક વ્યવસ્થામાં પણ ખૂબજ સુધારો જોવા મળશે. ભારતને ઈરાનીયન ઓપરેટર દ્વારા બ્રાઝીલથી મકાઈને લઈને પણ ક્ધસાઈન્મેન્ટ મળી ગયું છે જે ખૂબજ મોટી વાત માનવામાં આવે છે. એટલે કયાંકને કયાંક રાજનૈતિક જીત સાથે ભારતની કુટનીતિનો પણ વિજય થયો હોય તેમ લાગી રહ્યું છે.