માંડવીના ખલાસી ઉમર સલેહ મોમહમ્મદ થાઈમ ૪ વર્ષ પછી ઈરાનની જેલમાંથી થશે મુકત.

કચ્છ સહિતના ૬૦૦ ખલાસીઓને ઈરાન કેદમુકત રમઝાન માસમાં કરશે. જણાવી દઈએ કે, આ ૬૦૦ ખલાસીઓમાં કચ્છના માંડવીનો એક ખલાસી ઉમર સલેહ મોહમ્મદ થાઈમ છે કે જેના પાસપોર્ટ પર તેના પિતાના નામમાં ભુલ હોવાના કારણે તેની રિહાઈ અટકી ગઈ છે. ઉમર સલેહ મોહમ્મદ સહિત ૬૦૦ ખલાસીઓ રમઝાન માસની ૨૬મી તારીખે ઈરાનમાંથી કેદમુકત થાય તેવી સંભાવના છે.

જણાવી દઈએ કે, ઉમર સલેહ મોમહમ્મદની વય ૪૭ વર્ષ છે અને તે વર્ષ ૨૦૧૪થી ઈરાનની જેલમાં બંધ છે. વર્ષ ૨૦૧૪માં ઉમર સલેહ મોમહમ્મદની સાથે અન્ય ૧૧ ખલાસીઓની ઈરાનના તટરક્ષકોએ ધરપકડ કરી હતી. કારણકે આ ખલાસીઓનું જહાજ ‘સેફિના અલ શેન’ ઈરાનના જળ ક્ષેત્રીયમાં ઘુસી ગયું હતું. ઈરાનના પોતાના જળ વિસ્તારમાં જહાજ ઘુસી જતા તટરક્ષકોએ તેમની ધરપકડ કરી હતી.

ઉમર શલેહ મોહમ્મદ થાઈમને ઈરાનમાંથી વતન લાવવા તેમના પરિવારજનોએ વિદેશ મંત્રાલયને રજુઆત કરી હતી. ત્યારબાદ ખબર પડી કે, શલેહ મોહમ્મદ થાઈમના પાસપોર્ટ પર તેના પિતાના નામમાં વિસંગતતા હોવાથી તેની મુકિત ઈરાને કરી નથી.

આ બાબત તરફ વિદેશ મંત્રાલયે ધ્યાન દોરી ઈરાન સાથે વાટાઘાટો શરૂ કરી હતી. જેના પગલે હવે, થાઈમની સાથે ૬૦૦ ખલાસીઓને રમઝાનમાં છોડવામાં આવે તેવી શકયતા છે. આ માટે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, સાંસદ વિનોદ ચાવડા સહિતનાએ રસ દાખવી ઈરાન સાથે વાટાઘાટો કરવા વિદેશ મંત્રાલયને રજુઆત કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.