અમેરિકા ફરીથી ઈરાન ઉપર ર્આકિ પ્રતિબંધો લાદશે તો ભારતનો અતિ મહત્વાકાંક્ષી ચાબહાર પ્રોજેકટ ઘોંચમાં મુકાશે

ઈરાન સાથે પરમાણુ સંધીનો અમેરિકાએ ફોક કરતા વિશ્વાના ઘણા દેશોના પ્રોજેકટ પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતનો ચાબહાર પ્રોજેકટ ઘોંચમાં મુકાય તેવી દહેશત ઉભી થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર અગાઉની જેમ ફરીથી ર્આથીક નિયંત્રણો લાદવાની તૈયારી કરતા ભારતનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ ચાબહાર અટવાશે તેવી સ્થિતિ છે.

પાકિસ્તાનને બાયપાસ કરતા ચાબહાર પ્રોજેકટમાં ૫૦૦ મીલીયન ડોલરનું રોકાણ કરવાનો નિશ્ચય ભારત સરકારે કર્યો હતો. અફઘાનિસ્તાનમાં ટ્રાન્સપોર્ટેશન કોરીડોર ઉભુ કરાશે. જે કંપનીઓ અને ર્આથિક સંસઓ ઈરાન સો વહીવટ કરશે તેમના ઉપર સખત કાર્યવાહી કરવાનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હોવાનું જાણવા મળે છે. પરિણામે ચાબહાર પ્રોજેકટમાં રોકાણ કરનારી બેંકો હા ઉંચા કરી દેશે તેવું માનવામાં આવે છે.

અગાઉ પણ અમેરિકા સહિતના મિત્ર દેશોના ડખ્ખામાં ભારતે ઘણુ ગુમાવવું પડયું હતું. અમેરિકાએ વર્ષો પહેલા ઈરાન ઉપર કડક ર્આકિ પ્રતિબંધો લાદયા હતા તે સમયે ઈરાને ભારતને એકદમ સસ્તા દરે ક્રુડ આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ અમેરિકાના પ્રતિબંધોનું માન રાખવા માટે ભારત આ મામલે વધુ આગળ વધ્યું નહોતું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુકેલા પ્રતિબંધોથી ચાબહાર પોર્ટમાં નારૂ અન્ય ર્આકિ રોકાણ ઘટશે. આ ઉપરાંત ભારત અને ઈરાન વચ્ચેના ર્આકિ વ્યવહારો ઉપર પણ અસર શે. અફઘાનિસ્તાનના ર્અતંત્રને પણ અમેરિકાના આ નિર્ણયી મુશ્કેલી પડશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અત્યાર સુધી અફઘાનના વેપારીઓને બેંકો સરળતાથી સહયોગ કરતી હતી. જો કે, હવે પહેલાની જેમ પાકિસ્તાન મારફતે હવાલાી નાણા મેળવવા પડશે તેવી દહેશત છે.

ચાબહાર પોર્ટનો વિકાસ ભારત માટે અતિ મહત્વકાંક્ષી છે. વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા બાદ તુરંત જ પાકિસ્તાનને બાયપાસ કરવા માટે ચાબહાર પોર્ટના વિકાસની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે આ પોર્ટનો વિકાસ થયો હતો.

જો કે, અમેરિકા અને ઈરાન વચ્ચેની પરમાણુ સંધી તુટયા બાદ હવે બન્ને દેશો વચ્ચેના સંબંધો વણસી શકે તેવી પરિસ્થિતિ છે. અમેરિકા અગાઉની જેમ ફરીથી ઈરાન ઉપર પ્રતિબંધો થોપશે જેની દુરોગામી અસર ભારતના ચાબહાર પ્રોજેકટ ઉપર જોવા મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.