સરહદ ઉપર થતા આતંકવાદને પગલે ઈરાન રોષે ભરાયું
ઈરાનના આર્મ્ડ ફોર્સના પ્રમુખે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો પાકિસ્તાનની સરકાર સુન્ની આતંકવાદી જુથોને કાબુમાં નહીં કરે તો આવા તત્વોનો ખાતમો બોલાવવા માટે પાકિસ્તાનની અંદર ઘુસીને કામગીરી કરવામાં આવશે. વધુમાં ક્રોસ બોર્ડર એટેક ઉપર પણ આક્રોશ વ્યકત કરતા પાકિસ્તાનને મહત્વની ચેતવણી આપી દીધી છે.
ગત મહિને પાકિસ્તાની આતંકવાદીઓએ ઈરાનીયન બોર્ડર ગાર્ડના ૧૦ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમાં જૈસ અલ અદલ નામના સુન્ની આતંકવાદી દળનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. આ જવાનોને પાકિસ્તાનમાંથી લાંબી રેન્જની બંદુકનો ઉપયોગ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ બનાવ બાદ ઈરાન પાકિસ્તાની આતંકી જુથો ઉપર રોષે ભરાયું છે અને મેજર જનરલ મહંમદ બકેરીએ કહ્યું છે કે જો પાકિસ્તાન સુન્ની આતંકવાદી દળો સામે કાર્યવાહી નહીં કરે તો અમારે પાકિસ્તાનમાં ઘુસીને આ દળોનો સફાયો કરવામાં આવશે. વધુમાં સરહદ ઉપર પણ પરિસ્થિતિ જાળવી રાખવા માટે પાકિસ્તાન ગંભીર બને નહીં તો તેના પરીણામો ગંભીર આવશે. તેવું પણ કહેવામાં આવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી મહંમદ જાવેદ ઝરીફે ગત અઠવાડીયે પાકિસ્તાનની મુલાકાત કરી હતી. જેમાં નવાઝ શરીફ સાથે બોર્ડર સિકયુરીટીને વધુ મજબુત કરવા ચર્ચા-વિચારણા થઈ હતી. પાકિસ્તાને આ મુલાકાતમાં ખાતરી આપી હતી કે, ક્રોસ બોર્ડર ટેરેલીઝમ રોકવા માટે વધુ જવાનોને સરહદ ઉપર ઉતારવામાં આવશે. જો કે પાકિસ્તાનના નિર્ણયો આતંકવાદને ડામવા માટે કે પછી પાકિસ્તાન આ બાબતે કોઈકાર્યવાહી કરવા જ ઈચ્છતું નથી તેવું લાગી રહ્યું છે. આ અગાઉ ૨૦૧૪માં પણ ઈરાને પાકિસ્તાનને ધમકી આપી હતી કે જો તેઓના અપહરણ કરેલા ગાર્ડને મુકવામાં કરવામાં નહીં આવે તો પાકિસ્તાની આતંકવાદી દળોને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર કરવામાં આવશે.