ઈરાનનાં ક્રુડ અનામતનાં જથ્થામાં ૫૦ બિલીયન બેરલનો વધારો થતા આંકડો ૨૦૦ બિલીયન બેરલને પાર પહોંચ્યો

વિશ્વ આખામાં તેલ ઉત્પાદકોમાં ઈરાન મોખરે ગણવામાં આવે છે પરંતુ જે રીતે વૈશ્વિક સ્તર પર અમેરિકા અને ઈરાન વચ્ચે જે ક્રુડ ઉપરની જે લડાઈ ચાલી રહી છે તેનાથી ઘણા ખરા અંશે વિશ્વ આખામાં ક્રુડ માટેની સમસ્યાઓ ઉભી થઈ છે. ભારત દેશ દ્વારા ચાબહાર પોર્ટનાં નિર્માણ માટે જે મહેનત હાથધરી હતી ત્યારે ભારત અને ઈરાન વચ્ચે ક્રુડ વેપાર સંધીમાં ઘણી ખટાશ ઉદભવિત થઈ ગઈ છે. એક સમયે ભારત અને ઈરાન વચ્ચે ક્રુડ સંબંધો ખુબ જ સારા હતા પરંતુ જગતજમાદાર અમેરિકા સાથે જયારથી ઈરાનનાં ક્રુડ વ્યવહાર પર પ્ર્શ્નાર્થ મુકવામાં આવ્યો છે ત્યારથી ભારતે અમેરિકા સાથે જોડાવવાનું નકકી કર્યું છે. હાલ જગત જમાદાર અમેરિકાને તેની તેલ ઉત્પાદકતા ઉપર અતિશય વિશ્વાસ અને ભરોસો હોવાનાં જ્ઞાતે તેઓ ઈરાનની અવગણના કરી રહી છે.

વિશ્વમાં સૌથી વધુ તેલ ઉત્પાદકમાં મોખરે ગણાતા ઈરાન પર રાજદ્વારી કારણોસર અમેરિકા સહિતનાં સહયોગી દેશો અત્યંત ખફા છે અને ઈરાનની તેલ સમૃદ્ધિ અને આવક પર જેમ બને તેમ કાપ મુકવામાં આવે તે દિશામાં પગલા પણ લેવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે વિશ્વ આખાને હચમચાવી દેવો ઘટસ્ફોટ ઈરાનનાં પ્રમુખ હસન ‚હાનીએ જણાવ્યું છે અને કહ્યું છે કે, દક્ષિણ ઈરાનનાં પ્રાંતમાંથી તેઓને ૫૦ બિલીયન ક્રુડનું બેરલનો જથ્થો મળ્યો છે જે તેની અનામત ક્ષમતામાં ૧૫૦ બિલીયન બેલર થવા પામી છે. રવિવારનાં રોજ ઈરાનનાં પ્રમુખ હસન ‚હાનીએ કરેલી જાહેરાત મુજબ ઈરાનનાં દક્ષિણ ભાગમાંથી મળી આવેલો તેલનો ભંડાર ૫૩ બિલીયન બેરલથી પણ વધારે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઈરાનનાં રાષ્ટ્રપ્રમુખે રણપ્રદેશમાં જાહેરસભા સંબોધતા જણાવ્યું હતું કે, ઈરાનનાં દક્ષિણ પ્રદેશમાં તેલનો જથ્થો જે મળ્યો છે તેમાં ઈરાનને ઘણો ખરો ફાયદો પહોંચશે અને ૧૫૦ બિલીયન બેરલનાં અનામત જથ્થામાં વધુ ૫૦ બિલીયન બેરલનો ખજાનો ઉમેરાયો છે. આ અનામત જથ્થાને તેઓ વ્યાપારીક ધોરણે રાષ્ટ્રની સંપતિ તરીકે સુરક્ષિત રાખશે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

હાલ આંકડાકિય માહિતી ઉપર ધ્યાન રાખવામાં આવે તો કુલ ૩૦૦ લાખ કરોડ રૂપિયાનો ક્રુડનો જથ્થો ઈરાનને મળ્યો છે. ઈરાનમાં મળી આવેલો આ જથ્થો ઈરાનનાં આ બીજા નંબરનો સૌથી મોટા જથ્થાની ખોજ થઈ છે. ઈરાન પર અત્યારે અમેરિકા સહિતનાં સહયોગી દળો તેમની આવક જેમ બને તેમ ઓછી થાય અને ઈરાનનું અર્થતંત્ર વધુને વધુ ખરાબ બને તે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી રહી છે ત્યારે ઈરાન દુનિયાને અંધારામાં રાખી અણુવિકાસનો કાર્યક્રમ આગળ ધપાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ભારત સહિતનાં ઈરાન પાસેથી તેલનાં આયાતકાર દેશોને માલ ન ખરીદવા અમેરિકા હાલ દબાણ કરી રહ્યું છે. ઈરાનનું અર્થતંત્ર અત્યારે ભારે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યું છે ત્યારે ઈરાનમાં જે ક્રુડનો સૌથી મોટો જથ્થો મળ્યો છે તેનાથી ઈરાનની અર્થવ્યવસ્થામાં અનેકગણો ફાયદો અને વૃદ્ધિ થશે.

બીજી તરફ જે રીતે વિશ્વ આખું ઈરાન વિરુઘ્ધ વિચાર કરી રહ્યું છે ત્યારે હવે જે ઈરાનનો અનામત જથ્થામાં વધારો થવા પામયો છે તેનાથી વિશ્વ આખું તેની સમક્ષ ઝુકવુ પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન આગામી ૨૦૨૪ સુધી પરીપૂર્ણ કરવા માટે જે લક્ષ્ય સાધવામાં આવ્યો છે તેની સરખામણીમાં ઈરાનનાં એક જ કુવામાંથી ૩૦૦ લાખ કરોડ રૂપિયાનું ક્રુડ મળતાની સાથે જ વિશ્વ આખામાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે જગત જમાદાર અમેરિકા આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.