પાકિસ્તાન અને ચીનને ચાબહાર પોર્ટમાં વિકાસમાં ભાગીદાર બનાવવા ઈરાને તૈયારી બતાવી હોવાથી ભારત નિરાશા
ચાબહાર પોર્ટનો વિકાસ ભારત સરકારની અતિ મહત્વકાંક્ષી યોજના છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાબહાર પોર્ટને કાર્યરત કરવામાં ભારતે કરેલા નિર્ણયો વિશ્ર્વએ વધાવી લીધા છે. ત્યારે ઈરાક હવે આ મામલે આડુ ફાટયું છે. ચાબહાર પોર્ટ પ્રોજેકટમાં ભારતના પારંપરીક શત્રુ પાકિસ્તાન અને ચીનને પણ ભાગીદાર બનાવવાની તૈયારી ઈરાને કરી હોવાની વાત સામે આવતા ભારતની મુશ્કેલીઓ વધી છે.
તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતે ગયેલા ઈરાનના વિદેશમંત્રીએ કબુલાત આપી હતી કે અમે ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોરમાં સામેલ વા સહમત હતા. અમે ચીન અને પાકિસ્તાનને ચાબહાર પ્રોજેકટ માટે પણ આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રીએ પેલેસ્ટાઈન અને કાશ્મીરમાં લોકોના હકકનો મુદ્દો છંછેડીને પણ ભારતને નિરાશ કર્યું હોવાનું માલુમ પડે છે. ભારત સરકાર ઈરાન પાસેી ટૂંક સમયમાં આ મુદ્દે સ્પષ્ટતા માંગશે.
વર્ષ ૨૦૧૬માં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને ચાબહાર પોર્ટના વિકાસ માટે સંધી કરી હતી. જેનાી મધ્ય એશિયાના દેશો સો પાકિસ્તાનને બાયપાસ કરી વેપાર-વાણીજય કરવું સરળ બનવાનું છે.
વર્ષ ૨૦૧૭ના નવેમ્બર મહિનામાં ભારતે અફઘાનિસ્તાન માટે ચાબહારી પ્રમ ક્ધસાઈન્મેન્ટ પણ મોકલ્યું હતું. ભારત ઉપરાંત આ પોર્ટના વિકાસ માટે જાપાને પણ ભાગીદાર વાની તૈયારી દર્શાવી હતી.
જે સમયે ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધો હતાં તે સમયે પણ ભારત ઈરાનના પડખે ઉભુ રહ્યું હતું છતાં પણ ઈરાને પાકિસ્તાન અને ચીન જેવા દેશોને ચાબહાર પોર્ટના વિકાસ માટે આમંત્રણ આપી ભારત સરકારને નિરાશ કરી છે.