રાજકારણી અને ઉધોગપતિ મારફતે બદલીનું લોબિંગ કરી રહ્યાની ચર્ચા: ‘શાહ’ની ગુજરાત મુલાકાત બાદ ગૃહ વિભાગમાં શિસ્તનો સંચાર: બે માસ સુધી બદલી પ્રક્રિયા થંભાવી દેવાઈ
રાજ્યમાં લાંબા સમયથી આઈ.પી.એસ.ની બઢતી અને બદલીના ભણકારા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની મુલાકાત બાદ બે માસ બદલી પાછી ઠેરવાય રહ્યાનું ચર્ચાય રહ્યું છે.વધુ વિગત મુજબ આઈ.એ.એસ. અને જી.એ.એસ. કેડરના અધિકારીઓની સામુહિક બદલી બાદ આઈ.પી.એસ. અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે. અષાઢી બીજની રથયાત્રા બાદ 170થી 175 આઈ.પી.એસ. અધિકારીની બદલીના ભણકારા વાગી રહ્યા હતા.સિનિયર આઈ.પી.એસ. અધિકારી દ્વારા સારા પોસ્ટિંગ માટે રાજકારણી અને ઉદ્યોગપતિના સહારે લોબિંગ કરી રહ્યાનું બહાર આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. ત્યાર બાદ આઈ.પી.એસ. અધિકારીની બદલીએ જોર પકડ્યું હતું.પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાતથી આઈ.પી.એસ.ની બદલી પર રાજકારણ ગરમાયુ હતું. આથી બે-માસ સુધી આઈ.પી.એસ.ની બદલી પર રોક લગાવવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. લાંબા સમયથી આઈ.પી.એસ.ની બદલીની ઉત્સુકતાથી રાહ જોવાઇ રહી હતી. પરંતુ હવે સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરના પ્રારંભે આઈ.પી.એસ.ની બદલી કરવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે.
રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા સહિત મહાનગરોના પોલીસ કમિશનરની બદલી તેમજ એસ.પી. કક્ષાના
અધિકારીની બઢતી તેમજ પી.એસ.આઈ. થી પી.આઈ. અને પી.આઈ. થી ડી.વાય.એસ.પી. કરવાના અધિકારીઓની બઢતી અને બદલીની ચર્ચા વચ્ચે ગત સાંજે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા 77 પી.એસ.આઈ .ની બદલીના હુકમ કર્યા હતા.