રાજકોટ રુરલ એસપી જયપાલસિંહ રાઠોડ સહિત સાત એસપી કક્ષાના અધિકારીઓને સિલેકશન ગ્રેટ અપાયો
રાજયના બે સિનિયર આઇપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિત સાત એસપી કક્ષાના અધિકારીઓને સિલેકશન ગ્રેટ આપવામાં આવ્યો છે.
ગૃહ વિભાગ દ્વારા અમદાવાદના એડિશનલ કમિશનર પ્રેમવીરસિંગને આઇજીપી તરીકે અને સુરત રેન્જના આઈજી પિયુશ પટેલને એડિશનલ ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે વર્ષ 2010ની બેન્ચના આઇરપીએસ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ભરુચ એસ.પી, ડો.લીના પાટીલ, સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિલિપ્ત રાય, વેર્સ્ટન રેલવે અમદાવાદના એસપી સ્વેતા શ્રીમાળી, ગાંધીનગર લો એન્ડ ઓર્ડનરના એસપી દિપકકુમાર મેઘાણી, કચ્છ એસપી મહેન્દ્ર બગડીયા અને અમદાદવાદ (ઓપરેશન) સુનિલ જોષીને સિલેકશન ગ્રેટમાં પસંદગી કરવામાં આવી છે.
રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પથમ વખત આઇપીએસ બ તી અને ગ્રેડ પે ના ફેરફારને મંજૂરી ની મહોર મારવામાં આવતા ગૃહ મંત્રાલય દ્વારા જેમાં અમદાવાદ ના એડિશનલ કમિશનર(ક્રાઈમ) પ્રેમવિરસીગને આઈજીપી તરીકે અને સુરત રેંજના આઈજીપી પિયુષ પટેલ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બઢતી આપવામાં આવી છે જ્યારે એસપી કક્ષાના સાત અધિકારીઓના ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા છે.