ગત વર્ષોમાં બદલીનો થઈ રહેલો વધારો તેમજ ઉચ્ચ-હોદાની ઓછી નિમણુંક દ્વારા મળતા સંકેત
આગામી દિવસોમાં આઈપીએસ તેમજ જનરલને એક જ તાંતણેથી મૂલવવામાં આવશે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ ઓફીસર્સ ને એક માસ અગાઉ તેમના પર્ફોમન્સના આધારે મૂલવણી કરવાની નીતિ સરકારે જાહેર કરી હતી.
જે અંતર્ગત આઈપીએસ ઓફિસર્સને પણ ડીજીની જેમજ પ્રમોશન મેળવવા વધારે જદોહજહેમત કરવી પડશે ટોપ પોસ્ટીંગ ડીજી માટે અધૂ‚ છે. જે ટોપ પોસ્ટીંગ મેળવવા માટે હજુ પણ અધ‚ બની જશે.
આઈએએસ સેક્રેટરીની જેમજ આઈપીએસ અધિકારીઓને પ્રમોશનની પ્રક્રિયા વધુ અધરી બનાવવાનું મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ૧૯૮૪ની બેચના ૧૭ આઈએએસને બઢતી આપી હતી જયારે ૧૯૮૫ની બેંચના ૧૫ને સેક્રેટરીની પોસ્ટ ફાળવી એજ રીતે ૨૦ જગ્યાઓ પર ૨૦ને સેક્રેટરીની પદવી ભૂતકાળમાં ફાળવી હતી તેમજ કેટલાક અધિકારીઓને એજ પોસ્ટ પર બદલી કરવામાં આવી હતી કારણ કે તેઓ નજીકનાં ભવિષ્યમાં રીટાયર્ડ થનાર હતા અને લાંબાગાળાની સર્વીસ માટે ઉપયોગી પોસ્ટ માટે યોગ્ય જણાયા નહતા. આ વખતે પણ લાંબા ગાળાની ફરજ પર રહેલાને એજ હોદા પર નિમણુંક બે વર્ષ અગાઉ જ સરકારી અધિકારીઓને ફાળવવામાં આવી હતી.
આ રીતે સરકારની વધી રહેલી બદલીની પ્રક્રિયાઓ બઢતીમાં ઘટાડો થયો હોવાનો અણસાર આપે છે. લાંબાગાળાથી ફરજ બજાવતા અધિકારીઓને ઉચ્ચ હોદો મળશે તેની કોઈ ગેરેન્ટી નથી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા વધતી બદલીઓ બતાવે છે કે સરકાર અધિકારીઓ પાસેથી વધારે ચોકકસ પ્રકારની અપેક્ષા રાખે છે.
આ બાબતે કોઈ સ્પષ્ટતા કે નિદોર્ષ સમાન હોદા પર બદલી માટે કરવામાં આવ્યા નથી. એક અધિકારીએ આ મામલે અગાઉ જણાવ્યું હતુ કે બઢતીનો કોલ જોઈતો હશે તો ૩૬૦ ડિગ્રી પર્ફોમન્સ આપવું પડશે ઉચ્ચ અધિકારીઓના હોદા પર પહોચવા કાર્યદક્ષતા વધારવી પડશે તમારા હોદાના રેકોર્ડ નહી પરંતુ સર્વગ્રાહી નિરીક્ષણ બઢતી મેળવતા પહેલા સરકાર દ્વારા કરવામાં આવશે એવું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતુ.