આવતા અઠવાડિયે શેર બજારમાં વધુ એક આઈપીઓમાં રોકાણ કરવાની તક હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ (એડબ્લ્યુએચસી)ની રૂ.300 કરોડનું પ્રારંભિક જાહેર ઓફરિંગ (આઈપીઓ) સોમવારે રોકાણ માટે ખુલ્લી મૂકવામાં આવશે.

આ માટે પ્રાઇસ બેન્ડ શેર દીઠ 313 થી 315 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ આઈપીઓમાં 85 કરોડ નવા શેર આપવામા આવશે, જ્યારે 68 લાખ 24 હજાર 993 શેર હાલના શેરહોલ્ડરો વેચશે. બર્ગર કિંગનો શેરનો ભાવ ત્રણ દિવસની અંદર 265 ટકા વધ્યો. નિષ્ણાતો કહે છે કે દુનિયાભરના રોકાણકારો જે રીતે ભારતીય બજારોમાં રોકાણ કરી રહ્યા છે, આવનારા દિવસોમાં માર્કેટ તેજી પકડશે અને આઈપીઓથી રોકાણકારોને પૈસા કમાવવાની તક મળી શકશે.

એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ શું કરે છે?

એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ ખરેખર વેસ્ટ મેનેજમેન્ટ કંપની છે. તે દેશમાં કચરાના વ્યવસ્થાપન સેવાઓ ક્ષેત્રે ટોચની પાંચ કંપનીઓમાંની એક છે. કંપનીના હાલના શેરહોલ્ડરોમાં ટોનબ્રીજ (મોરિશિયસ) લિમિટેડ, લીડ્સ (મોરિશિયસ) લિમિટેડ, કેમ્બ્રિજ (મોરેશિયસ) લિમિટેડ અને ગિલ્ડફોર્ડ (મોરેશિયસ) લિમિટેડ છે. આ આઈપીઓ ત્રણ દિવસ ખુલ્લો રહેશે, 23 ડિસેમ્બરે બંધ થશે. આઇપીઓથી પ્રાપ્ત થનારી રકમનો પીંપરી ચિંચવાડ પ્રોજેક્ટમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા કંપની અંશત ઉપયોગ કરશે.

આ વર્ષે આઇપીઓની ધૂમ કમાણી

આ વર્ષે રોકાણકારોએ આઈપીઓથી જબરદસ્ત કમાણી કરી છે. બર્ગર કિંગનો તાજેતરનો આઈપીઓ આ વર્ષે સૌથી વધુ પૈસા ચૂકવવાની ચુક્યો છે. બેકટર્સ ફૂડનો આઈપીઓ પણ ટૂંક સમયમાં શેર માર્કેટમાં સામેલ થશે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.