ક્રિકેટની સફળ કારકિર્દી માટે વર્કલોડ મેનેજમેન્ટ એક ઉપયોગી ‘ચાવી’

પહેલા ક્રિકેટ જેન્ટલમેન ગેમ તરીકે પ્રસ્થાપિત થયું હતું પરંતુ હવે ક્રિકેટ રૂપિયાની રમત થઈ ગઈ છે એટલું જ નહીં દેશની અર્થવ્યવસ્થાને દોડતી કરવા માટે આઈપીએલ મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં યુવા ખેલાડીઓ અને પ્રતિભાશાળી ખેલાડીઓને પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ આવવાથી ખૂબ સારું સ્થાન અને રૂપિયા પણ સારા એવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન આઇપીએલની 16મી સિઝનનો બીજો સૌથી મોંઘો ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે જેને મુંબઈ ઇન્ડિયન સે 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ અંગે તેને જણાવ્યું હતું કે તેના દ્વારા એવું કોઈ કામ કરવામાં આવ્યું નથી જેનાથી આટલી જંગી રકમ તેને મળે. સાથોસાથ તેને આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તે આ જંગી રકમ મળવા બાદ પણ તે પોતાની રમતથી અડીગ રહેશે અને તેના વ્યક્તિત્વમાં પણ કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં આવે.

કેમરુન ગ્રીનના જણાવ્યા મુજબ આટલી જંગી રકમ મળવા છતાં તે જે રીતે ક્રિકેટ રમે છે તે જ રીતે ક્રિકેટ રમશે. વધુમાં તેને જણાવ્યું હતું કે, એની જેમ અન્ય ઓલ રાઉન્ડર માટે સૌથી જરૂરી એ છે કે તે તેનું વર્ક લોડ મેનેજમેન્ટ યથાવત રીતે કરી શકે. તેને ઉમેર્યું હતું કે જે ખેલાડી માત્ર બોલિંગ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય તો તેને બોલિંગ ઉપર જ વધુને વધુ ફોકસ કરવું જોઈએ પરંતુ બોલિંગની સાથે તે ખેલાડી જ્યારે બેટિંગ પણ કરતો એટલે કે ઓલ્ડ રાઉન્ડર ની ભૂમિકા ભજવતો હોય તો તેને પ્રાયોરિટી નક્કી કરવી ખૂબ આવશ્યક છે.

કેમરૂન ગ્રીને જણાવ્યું હતું કે જે બોલર હોય તેને તેની રીધમ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે તે આશરે 10 ઓવર જેટલી બોલિંગ કરતો હોય છે. પરંતુ બંને એક સમાન કરવા ઈચ્છતો ખેલાડી માટે બંને ક્ષેત્રે ન્યાય આપવો કઠિન બની જતું હોય છે ત્યારે કોઈ એક ખેલાડીએ પોતાની પ્રાયોરિટી એટલે કે બોલિંગ અથવા તો બેટિંગ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે. ખેલાડી જો બંને ક્ષેત્રમાં એટલે કે બોલિંગ અને બેટિંગમાં એક સમાન કાર્ય કરવા ઈચ્છતો હોય તો તેને બંને ક્ષેત્રે ખૂબ મહેનત કરવી પડે છે. જે ખરા અર્થમાં ન કરવું જોઈએ. અંતમાં તેને જણાવ્યું હતું કે તે રમતના એક સપ્તાહ પૂર્વે બેટિંગ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરતો હોય છે અને મેચના દિવસે પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ ઉપર હાથ અજમાવવામાં આવે છે જેથી બંને ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.