- વર્ષોથી આઈપીએલમાં અમુક ટીમોની ઓળખ બની ગયેલા ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીઓએ કહી દીધુ ગુડ બાય, નવા અને ઉભરતા ખેલાડીઓ માટે ઉતમ તક
- બીસીસીઆઈની હાઈપ્રોફાઈલ લીગે વિશ્ર્વભરના ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત લોકચાહના ઉભી કરી છે
ક્રિકેટ ચાહકો માટે આવનારા વર્ષમાં રમાનાર આઇપીલ 2023માં ઘણા નવા અને યુવા ચહેરાઓ જોવા મળશે. ટીમે જેઓનો વિશ્ર્વાસ કરી અને રીટેઇન કરેલા છે તેવા ઘણા નવા ખેલાડીઓ છે તેમજ આ વખત આઇપીએલમાં ઘણી નવા જૂની જોવા મળશે.જેમાં વિશ્ર્વના દિગ્ગજ ખેલાડીઓ ડ્વેન બ્રાવો, કેન વીલીયમસન, નિકોલસ પુરન જેવા ખેલાડી પરથી ટીમનો વિશ્ર્વાસ ઉડી ગયો હોય તેથી તેઓને રીલીઝ કરવામાં આવેલા છે આ સાથેજ ચેન્નઇ સુપર કિંગ્સનો ‘જોન્ટી રોડ્સ’ રવિન્દ્ર જાડેજા પણ 2023માં રમાનાર આઇપીએલમાં ટીમ સાથે જોડાઇ જશે તેમજ નવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે અને આ સાથે જ હાલમાં જ કાઇરન પોલાર્ડે મુંબઇ ઈન્ડિયન્સમાં ખેલાડી તરીકે ટીમનો સાથ છોડ્યો છે. અને તે કંઇક નવી જ ભૂમિકામાં હવે જોવા મળશે.
થોડા સમયથી રવિન્દ્ર જાડેજા અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે અણબનાવની વાત બહાર આવતી હતી. ગત ઈંઙક સિઝનમાં ઈજઊંએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યા હતા. આ પછી ઈજઊંનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને કેપ્ટનશિપના પ્રેશરના કારણે જાડેજાના પ્રદર્શન ઉપર પણ અસર પડી હતી. જેના કારણે ટીમ મેનેજમેન્ટે સિઝનની અધ્ધવચ્ચેથી જ તેમને કેપ્ટન પદેથી કાઢીને ફરી માહીને કેપ્ટન બનાવી દીધા હતા. આ પછી તેઓને ઈજા પહોંચી હતી, અને સર્જરી માટે ટીમને છોડીને જતા રહ્યા હતા. આ પછી તો રવિન્દ્ર જાડેજાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ઈજઊં રિલેટેડ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી. જેના કારણે એવી અફવા વધવા લાગી કે જાડેજા અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે અણબનાવ વધી ગયો છે અને હવે તેઓ આ ફ્રેન્ચાઈઝને છોડી દેશે.કેપ્ટન અને ઈજઊંના હાલના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ મેનેજમેન્ટને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે રવિન્દ્ર જાડેજાને ટીમ રિલિઝના કરે અને તેમને રિટેન કરે. તેમણે વધુમાં ટીમ મેનેજમેન્ટને કહ્યું હતું કે ટીમ માટે રવિન્દ્ર જાડેજા જેવો ઓલરાઉન્ડર મળવો અઘરો છે. આમ મહેન્દ્ર સિંહ ધોની જ ઇચ્છતા નથી કે જાડેજા આ ટીમને છોડે! આમ, ધોનીએ જ આની અફવાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દેતા રવિન્દ્ર જાડેજા ઈજઊં તરફથી જ રમશે.
-
આર.સી.બી.ની ટીમમાં કોઇ જ ફેરફાર નહીં
આગામી વર્ષ દરમિયાન યોજાનાર આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નક્કી કર્યુ છે કે તેના કોર ગૃપમાં કોઇ જ ફેરફાર કરવામાં નહીં આવે. મંગળવાર તા.16ના રોજ ગત સિઝનમાં રમનાર દરેક ટીમને પોતાના ખેલાડીઓ રીટેઇન તથા રીલીઝ કરવાનો મોકો મળેલો હતો જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિવાય દરેક ટીમે પોતાની ટીમમાં ઘણા બધા ફેરફારો કરેલા છે જેમાં વિશ્ર્વના દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ડ્વાઇન બ્રેવો, કેન વિલીયમસન, નિકોલસ પુરન જેવા ધૂંઆધાર ખેલાડીઓ પર ટીમે વિશ્ર્વાસ નકાર્યો છે. તેમજ સાથે સાથે ગત સિઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સનો ‘જોન્ટી રોડ્સ’ રવિન્દ્ર જાડેજા પણ 2023માં રમાનાર આઇપીએલમાં ટીમ સાથે જોડાઇ જશે તેમજ નવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે અને આ સાથે જ હાલમાં જ કાઇરન પોલાર્ડે મુંબઇ ઈન્ડિયન્સમાં ખેલાડી તરીકે ટીમનો સાથ છોડ્યો છે. અને તે કંઇક નવી જ ભૂમિકામાં હવે જોવા મળશે.
આ સાથે જ રોયલ ચેલેન્જર્સ ટીમમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા છે જેમાં ઘણા ખેલાડીઓને રીટેઇન કરવામાં આવ્યા અને ઘણા રીલીઝ પણ થયા છે જેમાં
રીટેઈન પ્લેયર્સ: આકાશદીપ, અનુજ રાવત, ડેવીવીલી, દીનેશ કાર્તિક, ફાફડુપ્લેસીસ, ફીનએલેન, ગ્લેનમેકસવેલ, અસલ પટેલ, જોસહેઝલવુડ, કરનશર્મા, મહિપાલરોમરોર, મોહમદ સિરાઝ, રજત પાટીદાર, શાહબાઝ અહેમદ, સિધ્ધાર્થ કોલ, સુર્યશ પ્રભુદેશાઈ, વિરાટ કોહલી, વાનીદુ અર્સંરંગા,
રીલીઝ પ્લેયર્સ: અનીશ્ર્વર ગૌતમ, ચામામીલદ, લુનીફસીસોદીયા, સૈર્ફાનલુથરફોર્ડ ને રીલીઝ કરવામાં આવ્યા છે
ફાફ ડુ પ્લેસીની આગેવાની હેઠળ આર.સી.બી.ના ચાહકોને 2023 માં વિશ્ર્વાસ છે કે આર.સી.બી આ વખતે કપ હાંસિલ કરશે. ગત સિઝનમાં વિરાટ કોહલી એ કેપ્ટનશીપને અલવિદા કહી એક ઉમદા પ્લેયર તરીકે ટીમમાં રમવાનું નક્કી કયુર્ં હતું. આ સાથે જ ટીમમાં ઘણા નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે અને લોકોને ઘણા ઉત્સાહ સાથે આર.સી.બી. ટીમનું ગત સીઝન કરતા પણ વધારે સારું પ્રદર્શન રહે તેવી આશાઓ પણ જાગી ઉઠી છે.
-
કેન વિલિયમસન, ડ્વેન બ્રાવો, નિકોલસ પુરન જેવા ધુવાધાર ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમે જાકારો આપ્યો !!!
આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન પૂર્વે દરેક ફ્રેન્ચાઇઝી ટીમ અનેક પ્લેઓરોને જાકારો આપ્યો છે તેમાં આશ્ચર્યની વાત એ છે કે ધુમાધાર ખેલાડીઓ જેવા કે કેન વિલિયમ્સન, નિકોલસ પુરન અને બ્રેવોને અલવિદા તેની ફ્રેન્ચાઇઝી ટીમે કર્યા છે. આ વર્ષે જે નવી આઇપીએલ સીઝન રમાશે તેમાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવે તો નવાઈ નહીં અને આ સીઝન પણ અત્યંત રોમાંચક જોવા મળશે.
IPL 2023ની સિઝનની પૂર્વ તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. 23મી ડિસેમ્બરે કોચી ખાતે મિની હરાજી થશે. બીસીસીઆઇએ તમામ ફ્રેન્ચાઇઝીને 15મી નવેમ્બર સુધીમાં પોતાના રિટેન તથા રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી સુપરત કરી દેવાની સમયમ ર્યાદા આપી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે વેસ્ટ ઇન્ડિઝના સ્ફોટક બેટ્સમેન કિરોન પોલાર્ડને રિલીઝ કરી દીધો છે. ચેન્નઇની ટીમ ન્યૂઝીલેન્ડના સ્પિનર મિચેલ સાન્તેનરને અને રાજસ્થાન રોયલ્સે રાસી વાન ડેર ડુસૈનને રિલીઝ કર્યા છે.
-
IPLમાંથી કેરોન પોલાર્ડએ લીધી નિવૃત્તિ
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ સમાચાર આઇપીએલ 2023 માટે ખેલાડીઓને રિટેન કરવાના પહેલા જ સામે આવ્યા છે. પોલાર્ડ આઇપીએલમાં નહીં રમે તેવા સંકેતો આ લીગની છેલ્લી સિઝનમાં જ મળ્યા હતા. પરંતુ હવે તેના નિવૃત્તિના સમાચાર પર સત્તાવાર મહોર મળ્યા બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે આઈપીએલ 2023માં રમતા જોવા નહીં મળે. આઇપીએલ માંથી નિવૃત્તિ લીધા પછી પણ તે મુંબઈ ઈન્ડિયન્સને જીતાડવાની ભૂમિકામાં રહેશે. તે મેચો માટે ફ્રેન્ચાઇઝીના ઉભરતા બેટ્સમેનોને તૈયાર કરશે અને આ તૈયારી માટે તેમનાથી શ્રેષ્ઠ કોઈ ન હોઈ શકે. પોલાર્ડ પાસે આઈપીએલનો અનુભવ છે. આ સિવાય તેમણે દુનિયાભરની લીગમાં પણ પોતાની તાકાત દેખાડી છે. આ અનુભવ હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે કામમાં આવવાનો છે અને તે આઈપીએલનું છઠ્ઠું ટાઈટલ પણ જીતતા જોવા મળી શકે છે.
-
આઇપીલનાં ધૂંઆધાર ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમે આપી અલવિદા
આગામી વર્ષ 2023 દરમિયાન રમાનાર આઇપીએલ -2023માં દરેક ટીમે પોતાના ખેલાડીઓને રીટેઇન તથા રીલીઝ કરેલા છે તેમા વિશ્ર્વના દિગ્ગજ ખેલાડીઓ પર ટિમનો વિશ્ર્વાસ કાયમ ન રહી શકયો. સાથે જ ડ્વાઇન બ્રેવો, કેન વિલીયમસન, નિકોલસ પુરન ને પોતાની ટીમે રિલીઝ કરેલા છે. આ સાથે જ બીજા એવા ઘણા ખીલાડીઓ છે જેના લીધે ટીમ ટોપ ટેબલ પર પહોંચેલી છે.
અલવિદા કરેલા દરેક ટીમના ખેલાડીઓની યાદી
- ચેનાઈ સુપરકિંગ્સ
એડમ મિલને, સી. હરી નિશાંત, ક્રિસ જોર્ડન, ડ્વેન બ્રેવો, કે. ભગત વર્મા, કે.એમ આસિફ, એન. જગદીશન, રોબિન ઉથપા
- દિલ્હી કેપિટલ્સ
અશ્વિન હેબર, કે એસ ભરત, મનદિપસિંહ અને ટીમ શેફર્ટ
- ગુજરાત ટાઈટન્સ
ડોમનીક ડ્રેક, ગુરકીરત સિંહ, જેસન રોય, વરુણ એરોન
- કોલકતા નાઈટ રાઈડર્સ
એરોન ફિન્ચ, અભિજીત તોમર, અજિંક્ય રહાણે, એલેક્સ હેલ્સ, અશોક શર્મા, બાબા ઈન્દ્રજીત, ચામિરા કરુનારતને, મોહમ્મદ નબી, પેટ કમિન્સ, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રસીખ દાર, સેમ બીલિંગ, શેલડન જેકસન, શિવમ માવી
- લખનવ સુપર જાઇન્ટ્સ
એન્ડર્યું ટાઈ, અંકિત સિંહ રાજપૂત, ચમીરા, એવીન લેવીસ, જેસન હોલ્ડર, મનીષ પાંડે , સહબાઝ નદીમ
- મુંબઇ ઇન્ડિયન્સ
અનમોલપ્રીત, આર્યન જુયલ, બસિલ થંપી, ડેનિયલ સેમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, કેરોન પોલાર્ડ, મયંક માર્કંડે, મુરુગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રિલે મેરિદીઠ, સંજય યાદવ, ટાઇમલ મિલ્સ
- પંજાબ કિંગ્સ
મયંક અગરવાલ, ઓડિયન સ્મિથ, વૈભવ અરોરા, બેની હોવેલ, ઈશાન પોરેલ , અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા , ચેટરજી
- રાજસ્થાન રોયલ્સ
અનુનઇ સિંહ, કોરબીન, ડેરલ મિચેલ, જેમ્સ નિસમ, કરુણ નાયર, નાથન કુલટર નાઇલ, વેન ડૂસન, શુભમ ઘરવાલ, તેજસ બરોકા
- રોયલ બેંગ્લોર
અનિશ્વર ગૌતમ, ચમા મિલિંદ, લુવનિથ સીસોદીયા, રુથરફોર્ડ
- સનરાઈઝ હૈદરાબાદ
જગદિશા સૂચિથ, કેન વિલિયમસન, નિકોલસ પુરણ, પ્રિયમ ગર્ગ, આર સમર્થ, રોમારીઓ શેફર્ડ, સૌરભ દુબે, સીન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા, વિષ્ણુ વિનોદ