- ચૌધરી હાઈસ્કૂલના મેદાન ખાતે શનિ – રવિ ત્રણ મેચમાં હજારોની મેદની ઉમટી પડશે
રાજકોટ શહેરમાં શનિવાર અને રવિવારે આઈપીએલનો રંગ જામશે. બે દિવસમાં રમનારા ત્રણ મેચ માટે ચૌધરી હાઈસ્કૂલના મેદાન ખાતે આઇ.પી.એલ.ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ આઇપીએલ ફેનપાર્કમાં હજારોની સંખ્યામાં મેદની ઊંચાઈ તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે બીસીસીઆઈ દ્વારા અનેક શહેરમાં આઇપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટાટા આઇપીએલ પહેલા કરતા વધુ મોટું, વધુ ક્રેઝી અને આકર્ષક બને છે!સીટીઓ, ચિચીયારીઓ, ફેસ પેન્ટિંગ, બૂમો, ક્રેઝી સ્ટન્ટસ સાથે આ વખતે બધું જ ચાહકો માટે છે! ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્સ અને બીજા ઘણા બધા માટેના પોતાના પ્રેમને વ્યકત કરતા સર્વાધિક પેલા ચાહકોની સાથે આઇપીએલ 2024 ફેન પાર્કસમાં ચાહકોને આકર્ષે છે. 50 શહેરોમાં ચાહકોને સ્પર્શતા ફ્રેન પાર્કસ દેશભરમાં આઇપીએલ ફીવરને ટેકઓવર કરવા તૈયાર છે.
જાયન્ટ સ્ક્રીન્સ પર ઝડપી લેવામાં આવનાર દરેક શ્વાસ થંભાવતી ક્ષણ સાથે, દરેક સ્થળ ચાહકોને સ્ટેડિયમ જેવી લાગણી કરાવનારું લાઈવ પ્રસારણ કરશે. કોઈ પણ ચાહક આને ચૂકશે નહીં કેમ કે પ્રવેશ બિલકુલ મફત છે તથા સંગીત, મરચન્ડાઇઝ, ફૂડ સ્ટોલ્સ, પીલાં અને આઈપીએલના અધિકૃત આયોજકો દ્વારા કેટલીક મનોરંજક પ્રવૃત્તિ સાથે મસ્તી અને રોમાંચ બમણાં થઈ જશે.
આટલી બધી મઝા સાથે, પોતાની ટીમ્સ માટે ચિચીયારીઓ પાડતા ચાહકોને એવું લાગશે કે જાણે તેઓ સ્ટેડિયમમાં જ છે! રોમાંચ અને ઉત્તેજનામાં ઉમેરો કરવા, ફેન પાર્કસની મુલાકાત લઈ રહેલી વ્યક્તિઓ પોતાની મનપસંદ ટીમ, ખેલાડી અથવા ક્રિકેટ માટેના પોતાના પ્રેમને વ્યક્ત કરવા દ્વારા પોતાની ફેન મોમેન્ટસ દર્શાવવાને પાત્ર હશે.
દરેક સીઝન અગાઉ કરતા વધારે મોટી થતી જાય છે, આ વખતે 10 લાખ ક્રિકેટ પ્રેમીઓનું અપેક્ષિત ટર્નઆઉટ કેન પાર્કસમાં ઘેલછાનો અનુભવ કરશે.
બાઉન્ડ્રી પરની હિટસ, હેટ્રિક્સ, અને સ્પિન્સના સાક્ષી બનવા માટે તમારા શહે2ના નજીકના ફેન પાર્કમાં તમારી ચાહતને જિવંત બનાવો. ભલે ત્યારે, કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે!