ઓન લાઇન ક્રિકેટનું લાઇવ પસારણ જોયા વિના જ નેટના માધ્યમથી મોટા બુકીઓખેલ પાડયા: સામાન્ય બુકીઓ સુધી જ પોલીસની કામગીરી મર્યાદિત

આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝનની સાથે શરૂ થતા ક્રિકેટ સટ્ટા સામે પોલીસનો પનો ટૂંકો પડતો હોય તેમ લીસ્ટેડ બુકીઓના ગળા સુધી પોલીસનો ગાળીયો કયારેય પહોચ્યો નથી ત્યારે પોલીસની એક સ્ટેટ આગળ ચાલતા બુકીઓ માટે ઇન્ટરનેટ માધ્યમ આર્શિવાદ સમાન બન્યું છે.

ક્રિકેટ સટ્ટો મોટા પાયે રમાતો હોવા છતાં પોલીસ માત્ર સામાન્ય બુકીઓને પકડીને સંતોષ માનતી હોય છે. ત્યારે બુકીઓ ઓન લાઇન અને ઓન વે ક્રિકેટ રમાડવાનું શરૂ કરતા પોલીસ માટે ક્રિકેટનો સટ્ટો રમાડતા મોટા ગજાના બુકીઓને પકડવા મુશ્કેલ બન્યું છે.

જો કે ઓન લાઇન ક્રિકેટ સટ્ટો રમાતો ન હતો ત્યારે પણ પોલીસે મોટા ગજાના બુકીઓને પકડી ધાક બેસાડી હોય તેવો એક પણ દાખલો નથી ત્યારે પોલીસને ઇન્ટરનેટના માધ્યમથી સટ્ટો રમાતો હોવાનું બહાનું ધરવામાં આવે છે.બુકીઓ મેચ શ‚ થયા પૂર્વે જ ફોરવ્હીલમાં જ‚રી મોબાઇલ અને માણસો સાથે હાઇ-વે પર જતા રહી ઇન્ટનેટ પર ટીવી કરતા પણ અમુક સેન્કડ ફાસ્ટ થતા પસારણ પર સટ્ટો રમાડી મોટી કમાણી કરી લેતા હોય છે.

બુકીઓ ઓન લાઇન અને ઓન-વે ક્રિકેટનો સટ્ટો રમાડતા હોય તે અંગેની પોલીસ પાસે રજેરજની માહિતી હોવા છતાં માત્ર ઓન લાઇન અને ઓન-વેનું બહાનું આગળ ધરી સામાન્ય બુકીઓને પકડી સંતોષ માનવા પાછળ પણ અનેક કારણો હોય તેમ ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલા મોટા બુકીઓને બચાવવા અને પકડા પાછળ પણ પોલીસ પાસે અનેક બહાના રહ્યો છે. સ્વ સામાન્ય બાબત બની ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.