IPL 2023 માટે મેગા ઑક્શન શરુ થઈ ગયું છે. આ ઑક્શનમાં 405 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી રહી છે જેમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. તમામ ટીમો પ્લેયર્સ ખરીદ્યવા માટે ઘણો ખર્ચ કરશે અને ફ્રેન્ચાઇઝી બોલી લગાવવામાં આવી રહી છે આ 132 ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશના છે. આ ખેલાડીઓમાં 119 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.
સેમ કરન આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો છે
સેમ કરણની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. ટી20 વર્લ્ડ કપમાં તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. ઉપરાંત, તે ફાઇનલમાં ઇંગ્લેન્ડ માટે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ત્યારે હવે તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા કેએલ રાહુલ સૌથી મોંઘો ખેલાડી હતો. અગાઉ ક્રિસ મોરિસને રાજસ્થાને 2021માં 16.25 કરોડમાં ખરીદ્યો હતો.
વિલિયમસનને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો
કેન વિલિયમસનને ગુજરાત ટાઇટન્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વિલિયમસનને ખરીદીને ગુજરાતે પોતાની ટીમને વધુ મજબૂત કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આ વર્ષે વિલિયમસનને રિલીઝ કર્યો હતો. ગુજરાતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.