અનેક ખ્યાતનામ ખેલાડીઓને કોઈજ ખરીદાર ન મળ્યું, મેગા ઓકસનમાં ફ્રેંચાઇઝીઓએ યુવા ખેલાડીઓ પર વિશ્ર્વાસ મુક્યો
વિવિધ ફ્રેન્ચાઇઝીએ 10 કરોડથી વધુમાં 11 ખેલાડીઓને ખરીદ્યા, ચેન્નાઇ સુપર્કિંગે સૌપ્રથમ વખત 10 કરોડથી વધુની રકમ ખેલાડીઓ પર ખર્ચ કરી
ગુજરાત ટાઈટન્સની ટીમ
હાર્દિક પંડ્યા, રસીદ ખાન, શુભમન ગિલ, મોહમ્મદ શામી, જેસન રોય, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદરંગાની, રાહુલ તેવટીયા, નૂર અહેમદ, આર સાઈ કિશોર, ડોમનીક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નાલકાંડે, યશ દયાલ, આયુષ બાદોની, પ્રદીપ સાંગવન, અલઝારી જોસેફ, ડેવિડ મિલર, રિદ્ધિમાન સહા, મેથ્યુ વેડ, ગુરકિરત સિંહ, સાઈ સુધરસન
દિલ્હી કેપિટલ્સની ટીમ
રિસભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો, એનરીક નોરકિયા, ડેવિડ વોરનર, મિચલ માર્શ, શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, કુલદીપ યાદવ, અશ્વિન હેબર, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, કેએસ ભરત, મંદીપ સિંહ, સયદ ખલિલ અહેમદ, ચેતન સાકરીયા, લલિત યાદવ, રિપલ પટેલ, યશ ધુલ, રોવમન પોવેલ, પ્રવીણ ડૂબે, લૂંગીસાની એનગીડી, ટીમ સાઈફર્ટ, વિકી ઓસ્તવાલ
ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ
રવિન્દ્ર જાડેજા, એમ.એસ ધોની, મોઇન અલી, ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપા, ડ્વેન બ્રાવો, અંબાતી રાઈડુ, દિપક ચહર, કેએમ આસિફ, તુષાર દેસપાંડે, મિચલ સેન્ટનર, એડમ મિલને, સુબ્રાન્સુ સેનાપતિ, પ્રશાંત સોલંકી, સી હરિ નિશાંત, એન જગદીશન, ક્રિસ જોર્ડન, કે. ભગત વર્મા, મુકેશ ચૌધરી
કોલકત્તા નાઈટ રાઇડર્સની ટીમ
આન્દ્રે રસલ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી, શેલડન જેકસન, અજિંક્ય રહાણે, રીંકુ સિંહ, અંકુલ રોય, રસિક દાર, બાબા ઇન્દ્રજીત, ચમીકા કરુણારતને, અભિજીત તોમર, પ્રથમ સિંહ, અશોક શર્મા, સેમ બીલિંગસ, એલેક્સ હેલ્સ, ટીમ સાવધી, રમેશ કુમાર, મોહમ્મદ નબી, ઉમેશ યાદવ, અમાન ખાન
અબતક, બેંગ્લોરું
આઇપીએલની પાંચમી સિઝન અત્યંત રોમાંચક બની રહેશે જેનું મુખ્ય કારણ એ છે કે ટુર્નામેન્ટ પૂર્વે જ વિવિધ ફ્રેન્ચાઇઝી દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 204 ખેલાડીઓની કિસ્મત ચમકી હતી તો સામે ફ્રેન્ચાઇઝીએ પણ યુવા ખેલાડીઓને તક આપવા માટે કટીબદ્ધતા દાખવી હતી. ત્યાં સુધીના આ મેગા ઓપરેશનમાં ચેન્નઇ સુપરકિંગ જે સર્વ પ્રથમ વખત ખેલાડીઓ પર 10 કરોડથી વધુનો ખર્ચ કર્યું હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ અને નામાંકિત ખેલાડીઓને કોઈજ ખરીદનાર મળ્યો ન હતો. 10 ફ્રેન્ચાઇઝી દ્વારા 550 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. મેગા ઓકસનમાં મારકી પ્લેયરોની સાથોસાથ અનકેપ પ્લેયરોની પણ કારકિર્દી અને કિસ્મત ચમકી હતી. એટલુંજ નહીં છેલ્લા બે દિવસમાં 10 ટીમોએ કુલ મળીને 204 ખેલાડીઓની ખરીદી કરી હતી. પ્રથમ દિવસે 74 ખેલાડીઓને રૂપિયા 388.1 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. જ્યારે બીજા દિવસની હરાજીમાં વધુ 130 ખેલાડીઓેને ટીમ મળી હતી. ઈંગ્લેન્ડનો લિવિંગસ્ટન બીજા દિવસની હરાજીનો સૌૈથી મોંઘો ખેલાડી રહ્યો હતો. અને તેને પંજાબ કિંગ્સે રૂપિયા 11.5 કરોડમાં ખરીદયો હતો. આઇપીએલમાં ફ્રેન્ચાઈઝીઓએ ખરીદેલા કુલ 204 ખેલાડીઓ પૈકી 137 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 67 વિદેશી ખેલાડીઓ છે, જેમની કિસ્મત ચમકી હતી. એટલું જ નહીં અંડર-19 ઇન્ડિયન ટીમના ખેલાડીઓને પણ આઈપીએલમાં તક મળી છે. ત્યારે જે રીતે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેને ધ્યાને લઇ નવોદય ખેલાડીઓને પણ આપવામાં આવી છે જે આગામી સમયમાં આઇપીએલ માટેનું સૌથી મોટું ઘરેણું સાબિત થઈ શકશે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ
કેન વિલિયમસન, અબ્દુલ સામદ, ઉમરાન મલિક, વોસિંગટન સુંદર, નિકોલસ પૂરન, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, જગદિશા શુચિત, એડન માર્કરમ, મારકો જેન્શન, રોમારીઓ શેફર્ડ, સીન એબોટ, આર.સમરર્થ, શશાંક સિંહ, સૌરભ દુબે, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી, વિષ્ણુ વિનોદ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ
વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સીરાજ, ફાફ ડુ પ્લેસીસ , હર્ષલ પટેલ, વાનીન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, ફિન એલન, શેરફન રુથરફોર્ડ, જેસન બહેરેન્ડ્રોફ, સૂયાશ પ્રભુદેસાઈ, અનિશ્વર ગૌતમ, કરણ શર્મા, ડેવિડ વિલી, લુવનિથ સીસોદીયા, સિદ્ધાર્થ કોલ, ચમા મિલિંદ
લખનઉ સુપર જાયન્ટસની ટીમ
કે.એલ રાહુલ, મારકસ સ્ટોઈનીસ, રવિ બીસનોઈ, કવિનટન ડી કોક, મનીષ પાંડે, જેસન હોલ્ડર, દિપક હુડડા, કૃણાલ પંડ્યા, માર્ક વુડ, અવેશ ખાન, અંકિત સિંહ રાજપૂત, કે. ગૌથમ, દુષ્યંત ચમીરા, શાબાઝ નદીમ, મનન વોરા, કાઈલ મેયર્સ, કરણ શર્મા, એવીન લ્યુઇસ, મયંક યાદવ, આયુષ બદોની.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ
રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, કેરોન પોલાર્ડ, ઈશાન કિશન, ડેવર્લ્ડ બ્રેવીસ, બસિલ થંપી, મૃગન અશ્વિન, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, એન તિલક વર્મા, સંજય યાદવ, જોફરા આર્ચર, ડેનિયલ સેમ્સ, ટાઈમલ મિલ્સ, ટીમ ડેવિડ, રિલે મેરીદીથ, મોહમ્મદ અરશદ ખાન, અનમોલપ્રીત સિંહ, રમનદીપ સિંહ, રીતિક શોકીન, અર્જુન તેંડુલકર, આર્યન જુયલ, ફેબિયન એલન
પંજાબ સુપર કિંગ્સની ટીમ
મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ, શિખર ધવન, કગીસો રબાડા, જોની બેરિસ્ટો, રાહુલ ચહર, શારૂખ ખાન, હરપ્રિત બ્રાર, પ્રભસીમરન સિંહ, જીતેશ શર્મા, ઈશાન પોરેલ, લીયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, સંદીપ શર્મા , રાજ આનંદ બાવા, નાથન એલિસ, અથર્વ ટાઈડે, ભાનુકા રાજપક્ષે, બેની હોવેલ
રાજસ્થાન રોયલસની ટીમ
સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જૈસ્વાલ, આર. અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, શિમરોન હેટમાયર, દેવદૂત પડીકલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, યઝુવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કેસી કરીયપ્પા,નવદીપ સૈની, ઓબેડ મેકકોઈ, અરુણઇ સિંહ, કુલદીપ સેન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, તેજસ બારોકા, કુલદીપ યાદવ, શુભમ ઘરવાલ, ડેરલ મિચલ, રેસી વાન ડેર ડુસેન, નાથન કુલટર નાઇલ, જેમ્સ નિશમ.