IPL-૧૧ શરૂ થયા પછી પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ પછી હવે દિલ્હી ડેયરડેવિલ્સના હોમ મેચો ઉપર સંકટના વાદળો આવી રહ્યા છે. જો દિલ્હી હાઇકોર્ટ આધિકારીક બ્રોડકાસ્ટરને IPLમેચો દરમિયાન ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમના જૂના ક્લબ હાઉસમાં કેમેરા લગાવવાની અનુમતિ આપતું નથી. જ્યારે દિલ્હીની મેચો બીજા શહેરોમાં શિફ્ટ થઇ શકે છે.
આ અંગે પ્રારંભિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે મેચના પ્રસારણ સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દા ઉપર IPL, દિલ્હી ડેયરડેવિલ્સ અને દિલ્હી ક્રિકેટ એસોસિએશન મેનેજમેન્ટ વચ્ચે એક બેઠક પણ થઈ હતી. બેઠકમાં લગભગ બધા પક્ષો એ વાત ઉપર સહમત થયા હતા કે, બોલરના બોલિંગ આર્મને ફોલો કરનારા કેમેરા ન લગાવવું એ પ્રસારણ સાથે મોટું સમાધાન થશે. આવી સ્થિતિમાં દિલ્હી ઉપરાંત વૈકલ્પિક મેદાનો ઉપર પણ વિચાર શરૂ થઇ ગયો છે. જેમાં કાનપુર, રાજકોટ, રાયપુર ઉપરાંત ઇન્દોરના સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
દિલ્હી હાઇકોર્ટે ક્લબ હાઉસ સાથે સંકળાયેલા મુદ્દાઓ ઉપર ૧૮ એપ્રિલે સુનાવણી હાથ ધરશે. આ પહેલા જ દિલ્હી ક્રિકેટ એસોસિએશન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. અત્રે નોંધનીય છે કે આરપી મેહરા બ્લોક ફિરોજશાહ કોટલાના અવશેષોની નજીક હોવાના કારણે વિવાદોમાં છે.
ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન દિલ્હીમાં રમાનારી મેચો ઉપર આ પ્રકારનું સંકટ મંડરાઇ રહ્યું છે. જોકે, ત્યારે હાઇકોર્ટની મંજૂરી મળ્યા પછી દિલ્હીમાં નક્કી કરેલા કાર્યક્રમ અંતર્ગત મેચો રમાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,