ફ્રેન્ચાઈઝીની ‘બેઈઝ’ પ્રાઈઝમાં વધારો થાય તે દિશામાં પણ થઈ રહી છે ચર્ચા
ઈન્ડિયન પ્રિમીયર લીગ જે રીતે લોકોનું મન મોહી લીધું છે અને જે ક્રિકેટ ફિવર ચાલુ થતો હોય છે ત્યારે આઈપીએલ છેલ્લી ઘણી સીઝનમાં ૧૦ ટીમોને ઉતારવાનો નિર્ણય કરતી હતી ત્યારે આગામી ૩ વર્ષ એટલે કે ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨ માટે માત્રને માત્ર ૯ ટીમોનો સમાવેશ થાય તેવી શકયતા હાલ સેવાઈ રહી છે. ગત વર્ષે આઈપીએલમાં બીસીસીઆઈ દ્વારા બે નવી ટીમો માટેનાં ટેન્ડરો જાહેર કરવા માટેની વાત કરવામાં આવી હતી પરંતુ કયાંકને કયાંક આગામી ત્રણ વર્ષ માટે ૧૦ ટીમોનાં બદલે ૯ ટીમોને જ આઈપીએલમાં રમાડાશે તેવી શકયતા અને ચર્ચા પણ ચાલી રહી છે. જયારે બીજી તરફ ફ્રેન્ચાઈઝી ઓનરો માટે જે બેઈઝ પ્રાઈઝ નકકી કરવામાં આવશે તેમાં પણ કયાંકને કયાંક વધારો કરાય તેવું જાણવા મળી રહ્યું છે. હાલનાં તબકકે ફ્રેન્ચાઈઝીની બેઈઝ પ્રાઈઝ ૧૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી તેને કયાંકને કયાંક વધારી ૨૦૦૦ કરોડ કરવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. હાલનાં તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે હજુ સુધી કોઈ નકકર પરીણામ લેવામાં આવ્યું નથી. આઈસીસી દ્વારા આઈપીએલ માટે જે ફયુચર ટુર પ્રોગ્રામ નકકી કરવામાં આવ્યો હોય તેમાં આઈપીએલ દ્વારા ૭૬ મેચ રમાડવા વિચારણા ચાલી રહી છે.
આઈપીએલની પહેલાની સીઝનો વિશે જો વાત કરવામાં આવે તો આઈપીએલ દ્વારા ૯૦ જેટલા મેચો રમાડવામાં આવતા હતા ત્યારે ૨૦૨૦ની આઈપીએલ સીઝનમાં જયારે ૯ ટીમો ભાગ લેશે તો તેમની વચ્ચે ૭૬ મેચો રમાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર ૨૦૨૩માં બીસીસીઆઈ દ્વારા ૯ ટીમનાં બદલે ૧૦ ટીમોને રમાડવામાં આવે તેવી પણ માહિતી મળી રહી છે. જયારે બીજી તરફ બીસીસીઆઈ દ્વારા જે ફ્રેન્ચાઈઝીને વધુ રોકાણ અને વધુ સારી રીતે આઈપીએલને રમાડી શકાય તે માટે બેઈઝ પ્રાઈઝમાં પણ વધારો કરવાનું હાલ જાણવા મળી રહ્યું છે. હાલ ગુજરાતમાં એક પણ ફ્રેન્ચાઈઝી ન હોવાનાં કારણે વિશ્ર્વ સ્તરીય જે ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બની રહ્યું છે જેમાં હર્ષની લાગણી વ્યાપી છે.
સરદાર પટેલ સ્ટેડિયમની કેપેસીટી વિશે જો વાત કરવામાં આવે તો તેની કેપેસીટી ૧.૧ લાખની છે પરંતુ હાલ આઈપીએલમાં ગુજરાતની કોઈપણ ફ્રેન્ચાઈઝી ન હોવાથી ગ્રાઉન્ડ પર આઈપીએલ મેચ કેવી રીતે રમાડવો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
આઈપીએલ માટે જે ૯ ટીમોની ભલામણ કરવામાં આવી છે તેનાં પર હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ તે દિશામાં ખરાઅર્થમાં ચર્ચા અને વિચારણા ચાલી રહી છે.
જુલાઈ માસમાં બીસીસીઆઈ દ્વારા વધુ બે નવી ફ્રેન્ચાઈઝીનો ઉમેરો કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ તે દિશામાં કોઈ યોગ્ય પ્રતિસાદ કે યોગ્ય વળતર ન મળતા આ વિચારને આગામી ૩ વર્ષ માટે મુલત્વી રાખવામાં આવ્યો છે ત્યારે અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ આગામી માર્ચ માસમાં રમવા માટે ઉપયોગમાં લઈ શકાય તે પરિસ્થિતિ પણ ઉદભવિત થઈ ગઈ છે પરંતુ આઈપીએલમાં ગુજરાતની ફ્રેન્ચાઈઝી ન હોવાનાં કારણે અમદાવાદ ખાતે મેચ કેવી રીતે રમાડવો તે પણ એક ચિંતાનો વિષય બન્યો છે પરંતુ હાલ એ વાત સ્પષ્ટ છે કે, આગામી ૩ વર્ષ માટે આઈપીએલમાં ૧૦ ટીમોનાં બદલે ૯ ટીમોને જ રમાડવામાં આવશે.