પાંચ મેચ પુર્ણ થતા મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીને ઇનામ અપાયા
મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે રમાતી ઓપન ગુજરાત ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પાંચ મેચ રમવામાં આવી હતી. હિન્દી કોમેન્ટરી અને સુંદર આયોજનની તેમજ લાઇટીંગની સારી વ્યવસ્થાના કારણે મેચ દરમિયાન આઇપીએલની મેચ જેવો માહોલ સર્જાયો હતો.
પ્રથમ મેચ આર્કેડીયા અને બાલાજી ઇલેવન વચ્ચે રમાયો હતો. ૧૨ ઓવરના અંતે આર્કેડીયા ઇલેવન ૧૨૬ રન બનાવ્યા હતા જેની સામે બાલાજી ઇલેવન ૧૨૦ રન બનાવી શકી હતી. છ રનથી આર્કેડીયા ઇલેવનનો વિજય થયો હતો. આર્કેડીયા ઇલેવન વતી મવડી હેડ કવાર્ટરના ગ્રાઉન્ડમાં સૌ પ્રથમ ૬૩ રન ફટકારનાર મોહિતને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
જ્યારે શ્રી ઇલેવન અને ફનવર્લ્ડ ઇલેવન વચ્ચે રમાયો હતો. જેમાં ફનવર્લ્ડ ઇલેવને પ્રથમ બેટીંગ કરી ૧૨ ઓવરના અંતે ૧૧૭ રન બનાવ્યા હતા તેની સામે શ્રી ઇલેવનની ટીમ ૪૪ રનમાં ઓલ આઉટ થઇ હતી. ફનવર્લ્ડ ઇલેવનના દેશરાજ ચૌહાણ ૪૧ રન બનાવતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ગોલ લાયન અને મુરલીધર ઇલેવન વચ્ચે મેચ રમાયો હતો. જેમાં મુરલીધર ઇલેવને ૧૨ ઓવરના અંતે ૧૦૧ રન બનાવ્યા હતા તેની સામે ગોલ લાયન ૫૭ રનમાં ઓલ આઉટ થઇ જતા પરાજય થયો હતો. મુરલીધર ઇલેવનના પી.સી.એ ૩૬ રન અને ૪ વિકેટ મેળવતા મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
બાલાજી ઇલેવન અને દર્શન ઇલેવન વચ્ચે રમાયેલા ચોથા મેચમાં દર્શન ઇલેવને પ્રથમ બેટીંગ કરી ૧૨ ઓવરમાં ૧૨૧ રન બનાવ્યા હતા. જેની સામે બાલાજી ઇલેવને ૮૮ રનમાં ઓલ આઉટ થઇ જતા તેનો પરાજય થયો હતો. ૨૨ રન અને એક વિકેટ મેળવનાર દર્શન ઇલેવનના સાગરને મેન
ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
જ્યારે અંતિમ પાંચમો મેચ જાન ઇલેવન અને સર્જક (બી) ઇલેવન વચ્ચે રમાયો હતો. તેમા સર્જક (બી) ઇલેવને પ્રથમ બેટીંગ કરી ૧૨ ઓવરમાં ૧૪૦ રન બનાવ્યા હતા.
તેની સામે જાન ઇલેવન ૭૦ રનમાં ઓલ આઉટ થઇ જતા તેનો પરાજય થયો હતો. સર્જક (બી) ઇલેવનના અસ્લમે ૫ વિકેટ મેળવતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.