સૌથી વધુ રન તો ઋષભ પંતે બનાવ્યા પણ સૌથી વધુ સિક્સરો અને ચોક્કા પણ તેમણે જ ફટકાર્યા
આઇપીએલ ૨૦૧૮ ના લીગ મેચ ગઈકાલે રાત્રે પુરા થયા અને સાથોસાથ ચાર ટીમ પ્લે ઓફમા પહોંચી ગઈ અને ચાર ટીમ બહાર પણ નીકળી ગઈ.૫૬ મેચ દરમિયાન પ્રત્યેક ટીમ ૧૪ મેચો રમી અને એ દરમિયાન અનેક રેકોર્ડ પણ બન્યા અને અનેક રેકોર્ડ પણ તૂટ્યા ત્યારે ૨૦૧૮માં સૌથી વધુ રન કોને બનાવ્યા અને સૌથી વ વધુ વિકેટ કોને લીધી અને સૌથી વધુ રન કોને આપ્યા અને સૌથી વધુ સિક્સરો કોને ફાટકરી તેની વિશેષ માહિતી અહીં પ્રસ્તુત કરી છે
સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ઋષભ પંત
આઇપીએલ ૨૦૧૮માં દિલ્હીની ટીમ ભલે ક્વોલિફાઇ ન થઇ પંરતુ સૌથી વધુ રન કરવાનું બહુમાન ઋષભ પંતનાં ફાળે ગયુંમપંતે ૧૪ મેચમાં સૌથી વધુ ૫૨.૬૧ની એવરેજ અને ૧૭૩.૬૦ રનની સ્ટ્રાઇક રેઈટ સાથે ૬૮૪ રન ફટકારી દીધા જેમાં તેમને એક સદી અને પાંચ અર્ધ સદી પણ ફટકારી દીધી જયારે બીજા નંબરે સન રાઇઝર્સ હૈદરાબાદના કેન વિલિયમશન કે જેમને ૬૬૧ રન જયારે ત્રીજા નંબરે લોકેશ રાહુલ રહ્યા કે જેમને ૬૫૯ રન ફટકાર્યા જયારે અંબાતી રાયડુએ ૫૮૬,જોસ બટલરે ૫૪૮,વિરાટ કોહલીએ ૫૩૦ અને સુર્યકુમાર યાદવે ૫૧૨ રન કર્યા હતા
સૌથી વધુ સિક્સર અને બાઉન્ડરી પણ રિષભ પંતનાં નામે
આઇપીએલ ૨૦૧૮માં સૌથી વધુ સિક્સરો અને સીઝોકકા ફરતકારવામાં પણ રિષભ પંત સૌથી આગળ નીકળી ગયા.૧૪ મેચદરમિયાન ઋષભ પંતે ૩૭ સિક્સરો ફટકારી અને સાથોસાથે ૬૮ ચોક્કા પણ ફટકારી જે અન્ય કોઈપણ બેટ્સમેન કરતા વધારે છે ત્યાર બાદ અંબાતી રાયડુએ ૩૩ સિક્સરો અને ૫૨ ચોક્કા ફટકાર્યા છે જયારે લોકેશ રાહુલે ૩૨ સિક્સરો અને ૬૫ ચોક્કા ફટકાર્યા છે આ ઉપરાંત ડિવિલિયર્સે ૪૦ સિક્સરો અને ધોનીએ ૩૦ સિક્સરો ફટકારી છે ક્રિસ ગેલે ૨૭ સિક્સરો ફટકારી છે
સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર એન્ડ્રયુ ટાઈ
આઇપીએલ ૨૦૧૮માં સૌથી વધુ વિકેટ ઝડપવાનું બહુમાન કિંગ્સ ઇલેવન પંજાબના બોલર એન્ડ્રયુ ટાઈ ના નામે છે કે જેમને ૧૪ મેચમાં ૨૭ વિકેટ લઈને સૌથી વિકેટ ઝડપવાનું બિરુદ હાંસલ કરી લીધુંમ ટાઈ ઉપરાંત ઉમેશ યાદવે ૨૦ વિકેટ ઝડપી છે જયારે હાર્દિક પંડ્યાએ ૧૮, ટ્રેન્ટ બોલ્ટ ૧૮ અને બુમરાહ અને સિદ્ધાર્થ કૌલે ૧૭ વિકેટ ઝડપી હતી.
સૌથી શ્રેષ્ઠ બેટિંગ એવરેજ ધોનીના નામે
આઈપીએલમાં અનેક બેટ્સમેન દ્વારા ૬૦૦ આસપાસ રન બનાવામાં આવ્યા પરંતુ શ્રેષ્ઠ એવરેજ ચેણાઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના નામે રહી કે જેમને ૧૪ મેચની સમાપ્તિ પર ૮૯,૨૦ ની એવરેજ સાથે ૪૪૬ રન ફટકાર્યા અને એવરેજની દ્રષ્ટિએ ટોચ પર રહ્યામ બીજા ક્રમે અભિષેક: શર્મા રહ્યા કે જેમની એવરેજ ૬૩ રનની અને કેન વિલિયમશનની એવરેજ ૬૦ રનની રહી જયારે હાઈએસ્ટ સ્ટ્રાઇક રેઈટ પણ અભિષેક: શર્માના નામે રહી કે જેમને ૧૯૦રનની સ્ટ્રાઇક રેઇટથી રન બનાવ્યા બીજા નંબરે રસેલ છે કે જેમને ૧૮૯.૩૦ સ્ટ્રાઇક રેઈટ સાથે રન બનાવ્યા સુનિલ નારાયણની સ્ટ્રાઇક રેઈટ પણ ૧૮૯ રનની રહી
સૌથી વધુ અર્ધ સદી કેન વિલિયમશનના નામે
આઇપીએલ દરમિયાન અનેક બેટ્સમેન દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવ્યું અને ઘણા બેટ્સમેન દ્વારા જોત જોતામાં ૫૦ રન ફટકારી દેવામાં આવતા હતા પણ સૌથી વધુ અર્ધ સદી હૈદરાબાદના સુકાની કેન વિલિયમશનના નામે છે કે જેમને આઇપીએલ ૨૦૧૮ દરમિયાન ૧૪ મેચમાં ૮ અર્ધ સદી ફટકારી જે સૌથી વધુ છે જયારે બીજા નંબર પર એબી ડિવિલિયર્સ, રિષભ પંત અને કે એલ રાહુલ છે કે જેવો ત્રણેય દ્વારા ૬ અર્ધ સદી ફટકારવામાં આવી જયારે ત્રીજા સ્થાને જોસ બટલર રહ્યા હતા કે જેમને ૫અર્ધ ફરકારી હતી
બેસ્ટ ઈકોનોમિકલ બોલિંગ નગીડીના નામે
સમ્રગ આઇપીએલ દરમિયાન સૌથી વધુ ઈકોનોમિકલ બોલર તરીકે સાઉથ આફ્રિકન નો નગીડી સાબિત થયો હતો કે જેમને ઓવર દીઠ માત્ર ૬.૧૧ રન આપ્યા હતા જયારે બીજા નંબર પર ઈશ સોઢીએ ઓવર દીઠ ૬.૩૧ અને ડી એમ શોર્ટ દ્વારા ૬.૩૩ રન આપવામાં આવ્યા હતા
એક દાવમાં સૌથી વધુ રન બેસિલ થમ્પીએ આપ્યા
આઇપીએલ ૨૦૧૮ દરમિયાન ઘણા બોલરો ખર્ચાળ પણ સાબિત થયા હતા જેમાં એક દાવમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ બેસિલ થમ્પી દ્વારા નોંધાયો કે જેમણે પોટનાઈ ચાર ઓવરમાં ૭૦ રન આપ્યા હતા જે અત્યાર સુધીની સૌથી ખર્ચાળ બોલિંગ છે જયારે બીજા નંબર પર ઉમેશ યાદવ છે કે જેમને ચાર ઓવરમાં ૫૯ રન અને ત્રીજા નંબર પર કોરી ઇંદર્શન અને શિવમ માવી છે કે જે બંનેએ ૫૭ રન આપ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com