ક્રિકેટ ફક્ત ‘રમત’ રહી નથી !!!
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ટીવી અને ડિજિટલ જાહેરાત મારફતે 5000 કરોડ રૂપિયાની આવક થાય તેવી આશા
ઇન્ડિયન પ્રીમિયર લીગ ભારતના અર્થતંત્રને દોડતું રાખવા માટે બુસ્ટરડોસ તરીકે પ્રસ્થાપિત થયું છે અને બીજી તરફ ક્રિકેટ હવે માત્ર રમત નથી રહી અહીં તે એક વ્યવસાય પણ બની ગયો છે. સમગ્ર ભારત અને વિશ્વમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ની મહત્વતા ખૂબ વધુ છે અને વિવિધ કંપનીઓ પોતાનું બ્રાનિ્ંડગ અને જાહેરાત માટે આઇપીએલને વધુ પ્રાધાન્ય આપતા હોય છે. ત્યારે આ વર્ષે પણ આઇપીએલ 5000 કરોડ રૂપિયાથી વધુની આવક ટેલિવિઝન અને ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ માંથી રળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ના રાઇટ ડિઝનીસ્ટાર અને વાયાકોમ 18 ને મળેલા છે. ત્યારે આ બંને કંપનીઓ વચ્ચે સૌથી વધુ આવક કોને થાય તે માટેની સ્પર્ધા પણ શરૂ થઈ ચૂકી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ ની શરૂઆત પૂર્વેજ શાહના મીડિયા રાઇટ ટેલિવિઝન માટે ડિઝની સ્ટાર અને ડિજિટલ વાયાકોમ 18ને આપવામાં આવ્યા છે અને ડિઝની સ્ટાર દ્વારા સૌથી વધુ સ્પોન્સરશીપ ડીલ આશરે 2400 કરોડ રૂપિયાની પણ મળી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વાયા કોમ 18 દ્વારા પોતાનો વેચાણ લક્ષ્યાંક 3700 કરોડ રૂપિયાનો નિર્ધારિત કર્યો છે અને ડીલ 2700 કરોડ રૂપિયામાં પૂર્ણ કરી છે.
જો સ્પોન્સર્સની વાત કરવામાં આવે તો ડિઝની સ્ટાર્સ માટે ટાટા ન્યુ, ડ્રિમ 11, એરટેલ, કોકાકોલા, પેપ્સી, એશિયન પેઇન્ટ્સ, કેડબરી, જિંદાલ પેન્થર, પાર્લે બિસ્કીટ્સ, બ્રિટાનિયા અને એલઆઇસી સહિત અનેક કંપનીઓ જોડાઈ છે. જીઓ સિનેમા સાથે જે એસોસીએચ સ્પોન્સર જોડાયા છે તેમાં એજીઓ, પાર્લે એગ્રો, ઇટીમની, કેસ્ટ્રોલ, ટીવીએસ, આઈટીસી, કમલા પસંદ, પુમા, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતની અનેક કંપનીઓનો પણ સમાવેશ થયો છે. ત્યારે દરેક કંપની કે જે પોતાનું બ્રાનિ્ંડગ છે વાળાના લોકો સુધી કરવા માંગતી હોય તો તેઓ માટે આઇપીએલ આશીર્વાદરૂપ નિવડે છે. દર વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપવામાં અત્યંત કાર્ગત નીવડે છે અને દેશને ઇન્ડિયન પ્રીમિયર લીગ થી ઘણો આર્થિક ફાયદો પણ મળતો હોય છે.
પ્રશ્ન એ થાય કે ઇન્ડિયન પ્રીમિયર લીગ દેશની અર્થ વ્યવસ્થા ને કઈ રીતે બુસ્ટર ડોઝ આપી શકે જેની પાછળ મુખ્ય કારણ એ છે કે આઇપીએલમાં જાહેરાતની સાતો સાત હોટલો એટલે કે હોસ્પિટલિટી ઇન્ડસ્ટ્રી સાઈટ વિવિધ ક્ષેત્ર એક સાથે મળીને અહીં કામ કરતા હોય છે અને તેનો ફાયદો પણ મેળવતા હોય છે પરિણામે રૂપિયાની તરલતા પણ જોવા મળે છે અને બજારમાં રૂપિયો ફરતો થાય છે જે સ્વાભાવિક રીતે દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે કારગત નિવડે છે.