આ યાદીમાં સુરેશ રૈનાની સાથે સ્ટીવ સ્મિથ, એરોન ફિન્ચ , ઈઓન મોર્ગન સહિતના ખેલાડીઓનો સમાવેશ
અબતક, નવીદિલ્હી
આઇપીએલ 15મી સીઝનનું મેગા ઓપરેશન પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી તેમાં સૌથી વધુ યુવા ખેલાડીઓ ઉપર ફ્રેન્ચાઇઝીએ વધુ ભાર મૂક્યો છે અને વિશ્વાસ પણ દાખવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ મેગા ઓકસનમાં ટી-20 માટેના જે દિગ્ગજ ખેલાડીઓ તરીકે પ્રચલિત થયા હતા તેમની પસંદગી ફ્રેન્ચાઇઝી દ્વારા કરવામાં આવી નથી જે અનેક પ્રશ્નો ઉભા કરે છે. આઈપીએલનું મેગા માત્ર 15 મી સીઝન પૂરતું જ નહીં પરંતુ આગામી પાંચ વર્ષ ને ધ્યાને લઇ કરવામાં આવેલું છે.
જે અંશોલ્ડ ખેલાડીઓ છે તે પૈકી ઘણા મહેમાન દિગ્ગજ ખેલાડીઓ પણ સામે આવ્યા હતા કે જેમની પસંદગી કોઈપણ ફ્રેન્ચાઇઝી દ્વારા કરવામાં આવી ન હતી. યાદીમાં ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈનાનો સમાવેશ થયો છે. એટલું જ નહીં તેની સાથે સ્ટીવ સ્મિથ, સકીબ અલ હસન, આદિલ રસીદ, ઇમરાન તાહિર, એરોન ફિન્ચ, ડેવિડ મલાન, ઈઓન મોર્ગન અને ક્રિસ લિનનો સમાવેશ થયો છે.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ મેગા ઓપરેશનમાં આઈપીએલની ફ્રેન્ચાઇઝીએ યુવાન ખેલાડીઓ ઉપર જે રીતે ભરોસો મૂક્યો છે તેને લય અને નામી ખેલાડીઓ ની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.
દરેક ફ્રેન્ચાઇઝી નો મુખ્ય લક્ષ્ય છે કે માત્ર 15 મી ડિઝાઇનર જ નહીં પરંતુ આગામી ત્રણથી ચાર સીઝન માટે તેમની ટીમને તૈયાર કરવામાં આવે પરિણામે અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે અને ઘણા નામાંકિત અને પ્રચલિત ખેલાડીઓ છે તેમને કોઈપણ ફ્રેન્ચાઇઝીએ ખરીદવા માટે સહેજ પણ તત્પરતા દાખવી ન હતી. ત્યારે હવે પ્રશ્ન એ પણ સામે ઊભો થયો છે કે ભારતના સુરેશ રૈના નો સમાવેશ થયો છે ત્યારે શું તેનું હવે ટીમમાં પણ સ્થાન નિશ્ચિત થશે કે કેમ ?