હાલ ભારતમાં બધા જ લોકો IPLના મેચ ફીવરમાં તરબોળ છે. આપણા ગુજરાતની ટીમે ફાયનલમાં પ્રવેશ કર્યો છે ત્યારથી દરેક ગુજરાતીઓમાં ફાયનલ જોવાનો ઉત્સાહ વધી ગયો છે. અમદાવાદ શહેરમાં મોટેરા સ્થિત નરેદ્ર મોદી સ્ટેડિયમમાં IPLની બે મહત્વની મેચ રમાવાની છે. ઈન્ડિન પ્રીમિયર લીગની બે મેચ અમદાવાદમાં રમવાની હોવાથી ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે અને અત્યારથી જ ટિકિટોનું વેચાણ થઇ ગયું છે અને ટિકિટોના કાળાબજાર થવાનું શરુ થઇ ગયું છે.અમદાવાદમાં IPL ક્વોલિફાયર-2 27મી ના રોજ રમાશે જયારે 29મી એ સુપર સન્ડેના રોજ ફાઇનલ રમાનાર છે.
IPL ક્વોલિફાયર-2 27મી ના રોજ અમદાવાદમાં રમાશે જયારે 29મી એ સુપર સન્ડેના રોજ ફાઈનલ રમાનાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ નિહાળવા હાજર રહેવાના હોય પોલીસ તંત્ર સજ્જ રહશે અને ઝેડ પ્લસ સુરક્ષાનો ઈંતઝામ રાખવામાં આવશે. અમદાવાદ મોટેરા સ્થિત નરેંદ્રા મોદી સ્ટેડિયમમાં 27 અને 29ના મેચ રમવાની હોય મેચ જોવા માટે ક્રિકેટ શોખીનોમાં ખુજ ઉત્સાહ છે.
જેને લીધે રૂ 500ની ટિકિટના 1000 રૂ 1000 ની ટિકિટના 2000 અને અન્ય મોંઘી ટિટિકોના પણ ડબલ ભાવ વસુલવામાં આવી રહ્યા છે.પોલીસનો ચુસ્ત બંદોબસ્તઇન્ડિયન પ્રીમિયર લીગની બે મેચ અમદાવાદમાં હોવાથી ક્રિકેટરોનો કાફલો અમદાવાદ આવશે તો બીજી તરફ અનેક વીવીઆઈપી લોકો મેચ જોવા જવાના હોવાથી પોલીસ દ્વારા શહેરમાં કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.