કાવેરી વિવાદને લઈને સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI)એ IPL 2018ની ચેન્નાઈમાં રમાનારી તમામ મેચોને ચેન્નાઈમાંથી શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, મેચોના શેડ્યુલમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. મળતી જાણકારી મુજબ, ટૂર્નામેન્ટ અંતર્ગત મંગળવારે ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઇટરાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. આ દરમિયાન ચિદંબરમ સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી છે કે 20 એપ્રિલના રોજ ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચ માટે શુક્રવારથી શરૂ થનારું ટિકિટ બુકિંગ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યું છે
- ચેન્નઈના છ મેચ બાકી છે. જેમાથી ચાર મેચ રાજકોટને અને બે મેચ નાગપુરને મળે તેવી શક્યતા
- SCA એ રદ થયેલ મેચ ખંઢેરી સ્ટેડિયમમાં રમાડવા સત્તાધીસોએ પત્ર લખ્યો
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com