• IPL 2025 પહેલા ગુજરાત ટાઇટન્સે મહત્વનો નિર્ણય લીધો છે. ટીમે ગુજરાત ટાઇટન્સને આસિસ્ટન્ટ અને બેટિંગ કોચની જવાબદારી સોંપી છે.

અનુસાર માહિતી મુજબ, IPL 2025ની મેગા હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે મહત્વનો નિર્ણય લીધો છે. ટીમે પાર્થિવ પટેલને સહાયક અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેમજ પાર્થિવની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તે અનુભવી ખેલાડી રહ્યો છે. હવે તે કોચની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત પાર્થિવને કોચિંગનો પણ સારો અનુભવ છે. તેથી તેણે ઘણી ટીમો સાથે કામ કર્યું છે. આ ઉપરાંત પાર્થિવે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે કામ કર્યું છે.

પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયા માટે 38 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 736 રન બનાવ્યા છે. પાર્થિવે વનડેમાં ભારત માટે 4 અડધી સદી ફટકારી છે. ત્યારે તેણે 25 ટેસ્ટ મેચમાં 934 રન બનાવ્યા છે. પાર્થિવે ટેસ્ટમાં 6 અડધી સદી ફટકારી છે. જો આપણે T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો તેણે બે મેચ રમી છે.

ગુજરાત ટાઇટન્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “17 વર્ષની શાનદાર ક્રિકેટ કારકિર્દી સાથે, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ અમારી ટીમ માટે અનુભવ સાથે જ્ઞાન લાવશે.” તેમજ તેણે શુભમન ગિલ સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા. ત્યારે હવે ગુજરાત હરાજીમાં જતા પહેલા પાર્થિવના અનુભવનો ચોક્કસપણે ઉપયોગ કરશે. આ ઉપરાંત પાર્થિવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કર્યું છે. તેમજ તે મુંબઈ અમીરાતનો બેટિંગ કોચ પણ હતો. પાર્થિવ પટેલ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ રહી ચૂક્યો છે. તેમજ તેણે IPLમાં 139 મેચ રમી છે. આ દરમિયાન પાર્થિવે 2848 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 13 અડધી સદી ફટકારી છે. તેનો IPLનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન રહ્યો છે.

પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયા માટે 38 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 736 રન બનાવ્યા છે. પાર્થિવે વનડેમાં ભારત માટે 4 અડધી સદી ફટકારી છે. ત્યારે તેણે 25 ટેસ્ટ મેચમાં 934 રન બનાવ્યા છે. તેમજ પાર્થિવે ટેસ્ટમાં 6 અડધી સદી ફટકારી છે. T20 ઈન્ટરનેશનલમાં તેણે બે મેચ રમી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.