આઈપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઈના કોલા કોલા એરેનામાં યોજાશે અને આ વખતે કુલ 333 ક્રિકેટરો તેમાં ભાગ લેશે. 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય ખેલાડીઓ છે અને 119 વિદેશી ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓમાં 2 ખેલાડીઓ એસોસિએટ દેશોના છે, જ્યારે કેપ્ડ ખેલાડીઓની સંખ્યા 116 અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઇંગ્લેન્ડના હેરી બ્રુકની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા નક્કી કરાયા.
ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઇંગ્લેન્ડના હેરી બ્રુકની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા નક્કી કરાય
આ વખતે ખેલાડીઓ માટે કુલ 77 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ માટે રાખવામાં આવ્યા છે. આ હરાજીમાં 23 ખેલાડીઓ એવા છે કે જેઓ મહત્તમ બેઝિક પ્રાઇસ એટલે કે બે કરોડ રૂપિયાના બેઝના બ્રાઇકેટમાં છે. જ્યારે 13 ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. 19 ડિસેમ્બરે યોજાનારી હરાજી ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 વાગ્યાથી શરુ થશે.
ટીમોની ખાલી જગ્યાઓની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે આ સિઝન માટે 6 સ્થાન ખાલી છે, જેમાં 3 વિદેશી ખેલાડી હશે, જ્યારે ટીમ પાસે પર્સમાં હજુ 31.4 કરોડ રૂપિયા બચ્યા છે. દિલ્હી કેપિટલ્સમાં જ સ્થાનય ખાલી છે, જેમાંથી 4 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે જ્યારે આ ટીમ પાસે આ હરાજી માટે પર્સમાં 28.95 કરોડ રૂપિયા બચ્યા છે. ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો આ ટીમમાં 38.15 કરોડ રૂપિયા બચ્યા છે અને આ ટીમમાં ખેલાડીઓ માટે 8 સ્લોટ ખાલી છે, જેમાં બે વિદેશી ખેલાડી છે.
કેકેઆરની ટીમ આ હરાજીમાં 32.7 કરોડ રૂપિયા સાથે ઉતરશે અને આ ટીમ પાસે 12 જગ્યાઓ ખાલી છે, જેમાં 4 ઓવરસીઝના ખેલાડીઓ હશે. લખનઉ સુપર જાયન્ટ્સમાં હવે છ સ્લોટ ખાલી છે, જેમાં બે વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે અને ટીમમાં હવે રુપિયા 13.15 કરોડ છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે 8 સ્થાન ખાલી છે, જેમાં 4 વિદેશી ખેલાડીઓ છે. આ ટીમ પાસે હવે 17.75 કરોડ રૂપિયા બચ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે આ વખતે કુલ 8 જગ્યા ખાલી છે, જેમાંથી 2 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે. આ ટીમ પાસે હવે 29.1 કરોડ રૂપિયા બચ્યા છે.
રાજસ્થાન રોયલ્સ આ વખતે 8 સ્થાન ભરવાનો પ્રયત્ન કરશે, જેમાં 3 વિદેશી ખેલાડી હશે અને આ ટીમ પાસે હવે પર્સમાં 14.5 કરોડ રૂપિયા બચ્યા છે. આરસીબીની વાત કરીએ તો આ ટીમ 23.25 કરોડ રૂપિયા સાથે હરાજીમાં ઉતરશે અને ટીમ પાસે 6 જગ્યા ખાલી છે, જેમાં 3 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે. આ હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પાસે પર્સમાં 34 કરોડ રૂપિયા છે. તે 6 સ્થાન ભરવાનો પ્રયત્ન કરશે, જેમાં 3 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે.