દેશ ભરમાં ચાલતી કોરોના મહામારીની વચ્ચે IPL(ઇન્ડિયન પ્રિમયેર લીગ)ની 14મી સીઝનની આજથી પ્રારંભ થશે. 8 ટીમો સાથે 45 દિવસમાં 56 મેચો રમાશે. આજથી શરૂથતી IPL મેચમાં આ 10 ખેલાડીઓ વિશે વધુ ચર્ચા થઇ રહી છે. આવો જાણીયે આ ખેલાડીઓ વિશે….
1 રિલે મેરિડીથ (પંજાબ કિંગ્સ)
આ ઑસ્ટ્રેલિયન બોલરને પંજાબે IPLની ટીમ સિલેકશનમાં 8 કરોડ રૂપિયા આપી ખરીદયો છે. રિલેની બોલિંગ સ્પીડ 150 કિમી પ્રતિ કલાકથી પણ વધુ છે. 2020-2021ની બિગ બેશ લીગમાં મેરિડીથે 13 મેચમાં 16 વિકેટ લીધી હતી. આ કારણેજ પંજાબે તેને ટીમનો હિસ્સો બનાવીયો છે. મેરિડીથના પ્રદશન પર બધાની નજર રહશે.
2 ચેતન સાકરીયા (રાજસ્થાન રોયલ્સ)
સૌરાષ્ટ્ર તરફથી રમતા ચેતન સાકરીયાને RRએ 1.20 કરોડમાં ખરીદયો છે. ચેતનની ઓછામાં ઓછી કિંમત 20 લાખ રૂપિયા હતી. સાકરિયાને ખરીદવા માટે RR અને RCB વચ્ચે બોલી લગાવાઈ હતી. સાકરિયા UAEમાં છેલ્લી IPL સીઝન દરમિયાન RCBનો નેટ બોલર હતો. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન ચેતનનું પ્રદર્શન ખૂબ જ વખાણવા આવ્યું હતું. તેણે 5 મેચમાં 12 વિકેટ લીધી હતી. તેનો ઇકોનોમી રેટ 4.90 છે. મુસ્તાક અલી ટ્રોફીમાં તેણે સૌથી વધુ ડોટ બોલ ફેંક્યા હતા, તે આ IPLમાં તેના માટે ચિંતાનો વિષય છે.
3 શાહરૂખ ખાન (પંજાબ કિંગ્સ)
પંજાબ કિંગ્સે શાહરૂખને 5.25 કરોડની બોલી સાથે તેમની ટીમમાં શામેલ કર્યો છે. શાહરૂખ તેની શાનદાર વિકેટકિપીંગ તેમજ બેટિંગ માટે પણ જાણીતો છે. તમિલનાડુ તરફથી રમતા -ઓલરાઉન્ડર શાહરૂખે મુસ્તાક અલી ટ્રોફી 2020 માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં શાહરૂખે 19 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી અને તેની ટીમને ફાઇનલ સુધી પોહચાડી હતી. તેણે 4 મેચમાં 220 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે શાહરૂખમાં પંજાબે રસ દાખવ્યો છે.
4 મોહમ્મદ અઝહરુદ્દીન (RCB)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા કેરળના ઉભરતા ખેલાડી મોહમ્મદ અઝરુદ્દીનને તેમની ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં આ વિકેટકીપર અને બેટ્સમેને મુંબઈ સામે 20 બોલમાં પોતાની અડધી સદી અને 37 બોલમાં સદી પૂરી કરી હતી. તે મેચમાં તેણે 54 દડામાં 137 રન બનાવ્યા હતા. જેમાં 11 સિક્સર અને 9 ચોગ્ગા સામેલ હતા. મોહમ્મદ અઝહરુદ્દીન આ લીગમાં RCBને ખુબ આશા છે.
5 કૃષ્ણપ્પા ગૌતમ (CSK)
32 વર્ષીય કૃષ્ણપ્પા ગૌતમને ચેન્નાઈ સુપર કિંગ્સે 9.25 કરોડના ભાવે ખરીદયો છે. તેમની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી. ગૌતમ આઈપીએલમાં સૌથી વધુ કિંમતે ખરીદનારો નવો ભારતીય ખેલાડી છે, જે આજ સુધી ઇન્ડિયા ટીમ માંથી રમ્યો નથી. ચેન્નઈએ ગૌતમને હરભજન સિંહની જગ્યા પુરી કરવા ટીમમાં સામેલ કર્યો છે.
6 ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ)
IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સએ 16.25 કરોડની બોલી સાથે ખરીદયો છે. IPLની 70 મેચોમાં 157.88ના સ્ટ્રાઇક રેટથી 551 રન બનાવ્યા અને 7.81ના ઇકોનોમી રેટથી 80 વિકેટ ઝડપી ચુક્યો છે. મોરિસ ગત સીઝનમાં RCBનો ભાગ હતો. મોરિસ એક ઉત્તમ ઓલરાઉન્ડર છે, તેથી આ વખતે એ બધાની નજરે છે.
7 ગ્લેન મેક્સવેલ (RCB)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ મેક્સવેલ પર 14.25 કરોડ રૂપિયાનો જુગાર રમ્યો છે, જેમણે ગયા વર્ષે IPLમાં કંઇ ખાસ કમાલ કરી ન હતી. આવી સ્થિતિમાં, બધાની નજર મેક્સવેલના પ્રદર્શન પર રહેશે. ગત સિઝનમાં, તેણે 13 મેચમાં કુલ 108 રન બનાવ્યા હતા અને ફક્ત 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ હોવા છતાં, CSK અને RCB વચ્ચે મેક્સવેલની હરાજી દરમિયાન સખત લડત જોવા મળી હતી. અંતમાં RCBએ તેમને 14.25 કરોડમાં ટીમમાં સામીલ કર્યો હતો. ગત સિઝનમાં મેક્સવેલ કિંગ્સ ઇલેવન પંજાબ (હાલના પંજાબ કિંગ્સ) સાથે રમ્યો હતો, તે સમયે તેને પંજાબ તરફથી 10.75 કરોડ મળ્યા હતા.
8 રિષભ પંત અને સંજુ સેમસન (DC અને RR)
આ વખતે દિલ્હીએ 23 વર્ષના રિષભ પંત અને રાજસ્થાન રોયલ્સએ 26 વર્ષીય સંજુ સેમસનને કેપ્ટન બનાવી બંને પર ભરોસો કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા 6 મહિનામાં પંતે જે રીતે પ્રદર્શન કર્યું છે, તે નોંધપાત્ર છે. તે જ સમયે, સંજુ સેમસન પ્રથમ વખત જોસ બટલર, જોફ્રા આર્ચર જેવા દિગ્ગજ ખેલાડીઓનું નેતૃત્વ કરશે. આવી સ્થિતિમાં, IPL-14 દરમિયાન, આ બંને ખેલાડીઓની કેપ્ટનશીપની સાથે, તેમના પરફોર્મન્સ પર નજર રાખશે.
9 ફિન એલન (RCB)
આ IPLમાં ફિલ એલન RCB તરફથી રમતો જોવા મળશે. ફિન તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. પાવર પ્લે દરમિયાન તેનું પ્રદર્શન શ્રેષ્ઠ છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 15 T-20 મેચ રમી અને તેનો સ્ટ્રાઇક રેટ 182.23 છે, પરંતુ તે પોતાની ધુંઆધાર બેટિંગથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. એલાને 50 ઓવરની સ્થાનિક ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં પણ 59 બોલમાં 128 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે 11 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા.
10 વૈભવ અરોરા (KKR)
કોલકાતા નાઈટ રાઇડર્સે વૈભવ અરોરાને ટીમમાં સામેલ કર્યો છે. હિમાચલ પ્રદેશ તરફથી રમતા આ યુવા ફાસ્ટ બોલરે ઘરેલું ક્રિકેટમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. રણજી ટ્રોફીની તેની ડેબ્યૂ મેચમાં તેણે ચેતેશ્વર પૂજારાને ક્લીન બોલ્ડ કર્યો હતો. વૈભવે તાજેતરમાં જ તેની ડેબ્યુ ડોમેસ્ટિક વન-ડે મેચમાં હેટ્રિક લગાવવાનું પરાક્રમ હાંસલ કર્યું છે. વૈભવે વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે હેટ્રિક લીધી હતી. વૈભવે અત્યાર સુધી 6 T-20 મેચ રમી છે અને 10 વિકેટ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. હવે, આ વખતે વૈભવ અરોરા પ્રથમ વખત IPLમાં રમતો જોવા મળશે.