શુક્રવારે IPL-2021માં કે.એલ.રાહુલની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 34 રને હરાવીને મોટી જીત નોંધાવી હતી. પંજાબ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 179 રન બનાવ્યા હતો. બેંગ્લોરની ટીમે આ લક્ષ્યનો પીછો કરતાં 8 વિકેટ ગુમાવી અને માત્ર 145 રન જ બનાવી શક્યા હતા. ટીમની આ હાર માટે પંજાબના સ્પિનર હરપ્રીત બ્રાર જવાબદાર હતા, જેમણે તેની ચાર ઓવરમાં માત્ર 19 રન આપીને ત્રણ મોટી વિકેટ લીધી હતી. જેમાં કેપ્ટન વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને એબી ડી વિલિયર્સની વિકેટ શામેલ છે. RCBને પરાજિત કર્યા બાદ પંજાબને સિઝનની ત્રીજી જીત મળી છે. આ સાથે પંજાબ IPL-2021ના તાજેતરના પોઇન્ટ ટેબલમાં કોલકતા નાઈટ રાઇડર્સને હરાવીને પાંચમાં નંબર પર પહોંચી ગઈ છે, જ્યારે કે કોલકતા છઠ્ઠા ક્રમે આવી ગઈ છે.
આ યાદીમાં સુપ્રસિદ્ધ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ 6 મેચોમાં 5 મેચ જીત્યા બાદ પ્રથમ ક્રમે છે. ટીમ માટે સારી વાત એ છે કે તેની નેટ રનરેટ અન્ય ટીમો કરતા વધુ સારી છે. આ યાદીમાં બીજા નંબરે દિલ્હી કેપિટલ્સ છે, જેને 7 મેચ રમ્યા પછી 10 પોઇન્ટ છે. પંજાબ સામે મોટી હાર છતાં, RCB આ યાદીમાં પહેલાની જેમ હજી પણ ત્રીજા નંબરે છે, કારણ કે તેમની વચ્ચે અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 4th નંબરને લઈ અંતર છે.
આ સૂચિમાં ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ હૈદરાબાદ 6 મેચમાં માત્ર 2 પોઇન્ટ સાથે પાછળ છે. કોલકતા પાસે હાલમાં 7 મેચમાંથી માત્ર 4 પોઇન્ટ છે અને હવે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે જીતની જરૂર છે.