ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ 23 માર્ચે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે પોતાના ઘરઆંગણે ચેન્નાઇ ખાતે રમીને ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નો પ્રારંભ કરશે. IPLના પ્રથમ બે અઠવાડિયાનું જ શિડ્યુલ જાહેર થયું છે. લોકસભા ઈલેક્શનના લીધે આ શિડ્યુલ શરતોને આધીન છે એટલે કે તેમાં જરૂર પડે તો ફેરફાર થઇ શકે છે.
BCCI 2019ના ઈલેક્શનની તારીખની રાહ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે એક વાર તારીખ નક્કી થાય તે પછી બાકી સિઝનનું શિડ્યુલ બહાર પાડશે. અત્યારે જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે 23 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન 17 મેચ રમાશે. 24, 30 અને 31મી તારીખે ડબલ હેડર એટલે કે બે મેચો રમાશે.
દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર આ દરમિયાન 5-5 મેચ રમશે જયારે અન્ય ટીમો 4-4 મેચ રમશે. દિલ્હી બે અઠવાડિયામાં ત્રણ હોમ ગેમ રમશે જયારે રોયલ ચેલેન્જર્સ ત્રણ અવે ગેમ રમશે. બીજી બધી ટીમો બે હોમ અને બે અવે ગેમ રમશે.
તારીખ | દિવસ | ટાઈમ | મેચ | સ્થળ |
માર્ચ 23 | શનિવાર | સાંજે | CSK vs RCB | ચેન્નાઇ |
માર્ચ 24 | રવિવાર | બપોરે | KKR vs SRH | કોલકાતા |
માર્ચ 24 | રવિવાર | સાંજે | MI vs DC | મુંબઈ |
માર્ચ 25 | સોમવાર | સાંજે | RR vs KXIP | જયપુર |
માર્ચ 26 | મંગળવાર | સાંજે | DC vs CSK | દિલ્હી |
માર્ચ 27 | બુધવાર | સાંજે | KKR vs KXIP | કોલકાતા |
માર્ચ 28 | ગુરુવાર | સાંજે | RCB vs MI | બેંગ્લુરુ |
માર્ચ 29 | શુક્રવાર | સાંજે | SRH vs RR | હૈદરાબાદ |
માર્ચ 30 | શનિવાર | બપોરે | KXIP vs MI | મોહાલી |
માર્ચ 30 | શનિવાર | સાંજે | DC vs KKR | દિલ્હી |
માર્ચ 31 | રવિવાર | બપોરે | SRK vs RCB | હૈદરાબાદ |
માર્ચ 31 | રવિવાર | સાંજે | CSK vs RR | ચેન્નાઇ |
એપ્રિલ 1 | સોમવાર | સાંજે | KXIP vs DC | મોહાલી |
એપ્રિલ 2 | મંગળવાર | સાંજે | RR vs RCB | જયપુર |
એપ્રિલ 3 | બુધવાર | સાંજે | MI vs CSK | મુંબઈ |
એપ્રિલ 4 | ગુરુવાર | સાંજે | DC vs SRH | દિલ્હી |
એપ્રિલ 5 | શુક્રવાર | સાંજે | RCB vs KKR | બેંગ્લુરુ |
? Announcement ?: The #VIVOIPL schedule for the first two weeks is out. The first match of the 2019 season will be played between @ChennaiIPL and @RCBTweets
Details – https://t.co/wCi6dYHlXL pic.twitter.com/TaYdXNKVSx
— IndianPremierLeague (@IPL) February 19, 2019