ઉનડકટને 8.4 કરોડમાં રાજસ્થાનરોયલ્સે ખરીદ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2019ના ખેલાડીઓનીજયપુરપમાં હરાજી થઈ રહી છે. બીજા રાઉન્ડમાં સૌથી પહેલાં જયદેવ ઉનડકટ વેચાયો છે. તે અત્યાર સુધીના સૌથી મોંધો ખેલાડીછે. રાજસ્થાન રોયલ્સેતેને રૂ. 8.4 કરોડમાં ખરીદ્યોછે. જ્યારે મલિંગા બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડઅને ઈશાંત શર્મા રૂ. 1.20 કરોડમાંવેચાયો છે.
પહેલાં રાઉન્ડમાં 9 ખેલાડીઓ વેચાયા છે. તેમાં પાંચ વિદેશી ખેલાડીછે. સૌથી પહેલા ખેલાડી હનુમા વિહારી રૂ. 2 કરોડમાંવેચાયા હતા. ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝના કાર્લોસ બ્રેથવેટને કોલકાતા નાઈટ રાઈડર્સેરૂ. 5 કરોડમાં ખરીદ્યા.ભારતીય અક્ષર પટેલ અત્યાર સુધીના સૌથી મોંઘા રૂ. 5 કરોડમાં વેચાયો છે. દિલ્હી કેપિટલ્સે અક્ષરપટેલને ખરીદ્યો. જોકે યુવરાજસિંહને ખરીદવામાં અત્યાર સુધી કોઈ ટીમે રસ દાખવ્યો નથી.
પહેલાં હરાજીમાં કુલ 346 ખેલાડીઓ નક્કી કરવામાં આવ્યા હતા, જોકે તે પછી ખેલાડીઓની સંખ્યા 351 થઈ ગઈ હતી. તેમાં 228 ખેલાડીઓ ભારતીય અને 13 દેશના 123 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જોકે ફ્રેન્ચાઈઝી તેમાંથી મહત્તમ 70 ખેલાડીઓની ખરીદી કરી શકશે.