૮ ટીમમાં ગુજરાત લાયન્સ સમાવિષ્ટ નથી: કોલકત્તાએ ગંભીરને અને બેગ્લોરે ગેલની રિટેર્ન ન કરતા આશ્ર્ચર્ય
આઇ.પી.એલ. ની રોયલ એલેન્જર્સ બેગ્લોરે વિરાટ કોહલીને અને ચેન્નાઇ સુપર કિગ્સે ધોનીને રિટેન કરવાની જાહેરાત કરી છે જયારે કલકતા નાઇટ રાઇડરે ગૌતમ ગંભીરને પડતો મુકવાની જાહેરાત કરી છે.
આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓએ રીટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરાઇ છે. જેમાં ૮ ફ્રેન્ચાઇઝી મળીને ૧૮ ખેલાડીને રિટેન કર્યા છે. જો કે ગંભીરને કલકતાએ અને ગેલને બેગ્લોર પડતો મૂકતા મોટું આશ્ર્ચર્ય ફેલાયું છે.
જો કે બંને ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવા હરાજીમાં રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. દરેક ટીમને આ બે રાઇટ મળે છે. આ ટ્રમ્પ કાર્ડનો તેઓ હરાજીમાં ઉપયોગ કરી શકે છે.
આ સિવાય આઇપીએલ ની દિલ્હી ડેર ડેવિલ્સ ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલીયાના રીકી પોન્ટીંગની નિમણુંક કરવામાં આવી છે. રાહુલ દ્રવીડ અગાઉ જવાબદારી સંભાળતો હતો જે હવે વિદેશી કોચ પોન્ટીંગ સંભાળશે.
આશ્ર્ચર્યની વાત છે કે જે ૮ ટીમોએ તેના ખેલાડીઓ રીટેન કરવાની જાહેરાત કરી છે તેમાં ગુજરાત લાયન્સ નથી. હવે આ ટીમ હરાજીમાં ઝૂકાવે છે કે નહીં કોઇ ખેલાડીને ખરીદીને આઇ.પી.એલ.માં છે કે નહીં તે આવતા દિવસોમાં ખબર પડશે.