ગેઇમ મારી છે…ઇન્ટેક્સ ધૂમ મચાવશે
ગુજરાત લાયન્સની ટીમના ઓનર અને ઇન્ટેક્સ કંપનીના સર્વે સર્વા કેશવ બંસલ બન્યા ‘અબતક મીડિયા હાઉસ’ના મોંઘેરા મહેમાન.
બીસીસીઆઈની હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૦મી સીઝનનો આગામી ૫મી એપ્રિલી શુભારંભ ઈ રહ્યો છે. ત્યારે આજે ‘અબતક’ મીડિયા હાઉસના મોઘેરા મહેમાન બનેલા ગુજરાત લાયન્સની ટીમના ઓનર અને ઈન્ટેકસના સર્વેસર્વા કેશવ બંસલે એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, સુકાની સુરેશ રૈનાની આગેવાનીમાં આઈપીએલની આગામી સીઝનમાં ગુજરાત લાયન્સની ટીમ ચેમ્પિયન બનશે. ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન ગુજરાત લાયન્સની ટીમના ઓનર કેશવ બંસલે ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતા સો વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, આઈપીએલની સીઝનનો આગામી ૫મી એપ્રિલી પ્રારંભ ઈ રહ્યો છે. ત્યારે આ વખતે ગુજરાત લાયન્સની ટીમનું પ્રદર્શન ખુબજ સા‚ રહેશે તેવો
મને પૂરો વિશ્ર્વાસ છે. અમારો પ્રયત્ન રહેશે કે ગત સીઝન કરતા આ વખતે અમા‚ પ્રદર્શન સા‚ રહે. અમે ટાઈટલ જીત્વા માટે પુરા પ્રયત્ન કરીશું. આઈપીએલમાં તમારો અનુભવ કેવો રહ્યો તે સવાલના જવાબમાં કેશવ બંસલે જણાવ્યું હતું કે, દેશભરમાં ઈન્ટેકસ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે જ અમે આઈપીએલમાં ગુજરાતની ટીમની ફેન્ચાઈઝી લીધી છે જેમાં અમોને એક પછી એમ ઘણી સફળતા મળી છે.
અમારી બ્રાન્ડ દેશવાસીઓમાં દિન-પ્રતિદિન વધુ પ્રચલીત બની રહી છે. ગુજરાત સો તમારે શું સંબંધ છે જેના જવાબમાં તેઓએ ઉમેર્યું હતું કે, મારા માતા અમદાવાદના છે તેી ગુજરાત પ્રત્યે મને નાનપણી જ અનેરો લગાવ છે. હું દર વર્ષે અમદાવાદમાં આવું છું. આઈપીએલમાં ગુજરાતની ફેન્ચાઈઝી લેતા પહેલા અમે એક સર્વે કરાવ્યો હતો જેનો રિપોર્ટ આવ્યો હતો કે, સૌરાષ્ટ્રના લોકો ક્રિકેટપ્રેમી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડનો અનુભવ કેવો રહ્યો. જેના જવાબમાં કેશવ બંસલે જણાવ્યું હતું કે, રાજકોટનું ગ્રાઉન્ડ ખુબ સરસ છે. અમારો માર્કેટીંગનો પ્લાન અહીં સફળ રહ્યો છે. લોકો મેચની દરેક ક્ષણને પૂરી રીતે માણે છે.
આઈપીએલમાં ટીમ લેવાનો વિચાર સૌપ્રમ પરિવારના કયાં સદસ્યને આવ્યો તેના જવાબમાં તેઓએ ઉમેર્યું હતું કે, અમે બધાએ સો મળીને આઈપીએલમાં એક ટીમની ફેન્ચાઈઝી લેવી જોઈએ તેવો નિર્ણય લીધો હતો. મારા પિતાએ આ નિર્ણયને ટેકો આપતા અમારો ઉત્સાહ વધુ મજબૂત બન્યો. તમે નાની ઉંમરે સફળતાના શીખરો સર કર્યા છે ત્યારે તમને ક્રિકેટમાં કેવો રસ છે. આ સવાલના જવાબમાં હસતા-હસ્તા આપતા કેશવ બંસલે જણાવ્યું હતું કે, હું હમેશા રમત-ગમત સો જોડાયેલો છું. ટેબલ ટેનીસ સહિતની અનેક રમતો મેં રમી છે અને નાનપણમાં ક્રિકેટ પણ રમી ચૂકયો છું.
લોકો તમને ગ્રાઉન્ડમાં સર્મન આપતા હતા ત્યારે કેવો અનુભવ તો હતો તેના જવાબમાં તેઓએ ઉમેર્યું હતું કે, લોકો પોતાના ખેલાડીઓનો ભરપૂર સર્મન આપતા હોય છે જે જોઈને મને ખુબ આનંદ યો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટપ્રેમીઓની સ્પોર્ટસમેન સ્પીરીટ ખરેખર કાબીલે તારીફ છે. ગુજરાત લાયન્સની ટીમના સભ્યો સોનો તમારો અનુભવ જણાવો. જેના જવાબમાં સંબલે ઉમેર્યું હતું કે, ટીમના સુકાની સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા સહિતના મોટાભાગના ખેલાડીઓ સો હવે મારે વ્યક્તિગત સંબંધો ઈ ગયા છે. જેના કારણે ડ્રેસીંગ ‚મમાં પણ ખેલાડીઓ સોના સંબંધો ખુબજ મનોરંજક રહે છે.
રાજકોટમાં આઈપીએલની આ વખતેપાંચ મેચ રમાવાની છે તો નવું શું હશે. જેના જવાબમાં ગુજરાત લાયન્સની ટીમના ઓનર કેશવ બંસલે જણાવ્યું હતું કે, બીસીસીઆઈએ આ વખતે એવો નિર્ણય લીધો છે કે, આઈપીએલની દરેક ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રમ મેચ રમે ત્યારે ઓપનીંગ સેરેમની યોજવામાં આવે. રાજકોટમાં ૭મી એપ્રિલના રોજ ગુજરાત લાયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડરની ટીમ વચ્ચે મેચ રમાવાનો છે જે ગુજરાત લાયન્સની ટીમનો ઘર આંગણે પ્રમ મેચ હશે. ૭મી એપ્રિલે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ઓપનીંગ સેરેમની યોજાશે જેમાં ટાઈગર શ્રોફ, પ્લેબેક સીંગર સચીન જીગર અને ભૂમિ ત્રિવેદી સહિતના કલાકારો લાઈવ પરફોર્મન્સ આપશે.
આઈપીએલની સીઝન-૧૦ કેવી રહેશે જેના જવાબમાં કેશવ બંસલે જણાવ્યું હતું કે, ગુજરાત લાયન્સની ટીમના તમામ ખેલાડીઓ આઈપીએલની આગામી સીઝનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી મારી ઈચ્છા છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો સ્ટેડિયમમાં બહોળી સંખ્યામાં મેચ જોવા માટે ઉમટી પડે તેવું અમે ઈચ્છીએ છીએ. વધુને વધુ લોકો અમારી સો જોડાય તેવી મારી વ્યક્તિગત લાગણી છે.
ઈન્ટેકસ કંપની વિશે કેશવ બંસલે જણાવ્યું હતું, મોબાઈલ, ટીવી, વોશિંગમશીન, સ્પીકર સહિતની અનેક ઈલેકટ્રોનીકસ આઈટમ ઈન્ટેકસ કંપની બનાવે છે જેની કવોલીટી સર્વોત્તમ રહે છે. કવોલીટી સો અમે ભવિષ્યમાં કયારેય પણ બાંધછોડ કરવા માંગતા ની. કંપનીનું માર્કેટીંગ પહેલેી જ ખુબ એગ્રેસીવ રહ્યું છે અને ગુજરાતમાં અમારો અનુભવ ખુબ સારો રહ્યો છે.
ગુજરાત લાયન્સની ટીમ આઈપીએલ સીઝન ૧૦માં પોતાના હોમ ગ્રાઉન્ડ ર્આત રાજકોટમાં ૫ મેચ રમવાની છે ત્યારે બંસલ પરિવારના અન્ય સભ્યો મેચ જોવા માટે રાજકોટ આવશે જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, ગત વર્ષે પણ મારા પરિવારના સભ્યો ગુજરાત લાયન્સની મેચ જોવા માટે રાજકોટ આવ્યા હતા. આ વર્ષે પણ પરિવારના સભ્યો મેચનો આનંદ ઉઠાવવા રાજકોટના મહેમાન બનશે.
ઇન્ટેક્સને દેશભરમાં પ્રમોટ કરવા આઇપીએલમાં ટીમની ખરીદી કરવાનો કંપનીનો વ્યૂહ સફળ રહ્યો: ગુજરાત લાયન્સની ટીમ ગત વર્ષ કરતા આ વખતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે
ખંઢેરી સ્ટેડિયમમાં ૭મી એપ્રિલે IPLની ભવ્ય ઓપનીંગ સેરેમની
આઈપીએલની ૧૦મી સીઝનનો આગામી ૫મી એપ્રિલી પ્રારંભ ઈ રહ્યો છે. આ વર્ષે બીસીસીઆઈની ગાઈડ લાઈન મુજબ આઈપીએલની દરેક ટીમો જયારે પોતાના હોમગ્રાઉન્ડ પર પ્રમ મેચ રમાય ત્યારે ત્યાં ભવ્ય ઓપનીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્તિ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી ૭મી એપ્રિલના રોજ ગુજરાત લાયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર વચ્ચે પ્રમ મેચ રમાશે જે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત લાયન્સની પહેલી મેચ હશે. મેચનો આરંભ રાત્રીના ૮ કલાકી શે. તે પૂર્વે ૬:૩૦ ી ૭:૦૦ વાગ્યા સુધી ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાશે. જેમાં ટાઈગર શ્રોફ, પ્લેબેક સીંગર સચીન જીગર અને ભૂમિ ત્રિવેદી લાઈવ પરર્ફોમન્સ આપશે. ઓપનીંગ સેરેમનીમાં બોલીવુડના બાદશાહ શાહ‚ખ ખાન પણ ઉપસ્તિ રહે તેવી શકયતા જણાય રહી છે.