ઋતુરાજ ગાયકવાડની અડધીસદી અને મોઇન અલીનું ઓલરાઉન્ડ પ્રદર્શન રંગ લાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ 16 મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ વચ્ચે હાઈ સ્કોર મેચ જોવા મળ્યો હતો જેમાં ચેન્નઈએ 217 નોંધાવ્યા હતા અને 218 રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી લખનવની ટીમ 205 રન જ બનાવી શકી હતી. અરે ચેન્નઈ નો બાર અને વિજય થયો હતો જેમાં ઋતુરાજ ગાયકવાડની અડધી સદી અને મોહીન અલી નું ઓલ્ડ રાઉન્ડ પ્રદર્શન રંગ લાવ્યું હતું. હાઈ સ્કોરિંગ મેચમાં બંને ટીમો વચ્ચે 40 ઓવરના અંતે 422 રન નોંધાયા હતા. લખનઉ તરફથી કાઈલ માયર્સ તોફાની 53 રન ફટકાર્યા હતા. સમયે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું કે લખનવની ટીમ ખૂબ સરળતાથી રાંંચેજ કરી લેશે પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ ની ચુસ્ત બોલિંગ અને ફિલ્ડિંગ વડે લખનઉને 12 રને માત મળી હતી.

આઇપીએલ 2023માં  ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નાઈએ લખનૌની ટીમને 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને ચેઝ કરવા માટે લખનૌની શરૂઆત તો સારી થઈ હતી પણ પાંચમી ઓવર બાદ ટીમની હાલત ખરાબ થઈ હતી અને અંતે તેણે હાર જોવી પડી હતી. ચેનઈ સુપરર્કિંગસ બોલર્સે લખનૌના બેટ્સમેનને કંટ્રોલમાં રાખ્યા હતા. આઇપીએલ 2023માં ચેન્નાઈએ પોતાની પહેલી જીત નોંધાવી હતી અને લખનૌને 12 રને હરાવ્યું હતું.  બંને ટીમોની ઈનિંગ્સ જોઈએ તો ચેન્નાઈ વતી ઋતુરાજ ગાયકવાડે અને લખનૌ તરફથી કાયલ મેયર્સે હાફ સેન્ચુરી નોંધાવી હતી. બોલિંગમાં ચેન્નાઈ માટે મોઈન અલીએ 4 વિકેટ ઝડપી હતી જ્યારે લખનૌ વતી માર્ક વૂડ અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી.

એટલું જ નહીં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી તુષાર દેશ પાંડે સૌથી મોટી ઓવર નાખી હતી જ્યારે લખનૌ તરફથી આવેશ ખાને પણ 17 રનની ઓવર આપી હતી . જેનાથી ચેન્નઈ ને તો ફાયદો પહોંચ્યો પરંતુ લખનઉ તે ફાયદો ઉઠાવી શકી નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.