ઈન્ડિન પ્રીમિયર લીગની 11મી સીઝન માટે આજથી બેંગલુરુમાં પ્લેયર્સની હરાજી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલી હરાજી શિખર ધવનની કરવામાં આવી છે.
– હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે શિખર ધવનને 5.20 કરોડમાં ખરીદ્યો છે.
– રવિચંદ્રન અશ્વિનને કિંગ્સ ઈલેવન પંજાબે રૂ. 7.60 કરોડમાં લીધો
– હરાજી માટે સૌથી વધારે રૂ. 2 કરોડની બેઝ પ્રાઈઝ રાખવામાં આવી છે. તે સ્લેબમાં 36 ખેલાડીઓ સામેલ છે. આ સિવાય 1.5 કરોડ, 1 કરોડ, 75 લાખ અને 50 લાખની બેઝ પ્રાઈસ રાખવામાં આવી છે.
– અનકેપ્ડ ખેલાડીઓ માટે રૂ. 40 લાખ, 30 લાખ અને 20 લાખની બેઝ પ્રાઈસ રાખવામાં આવી છે. ફાઈનલ લિસ્ટમાં સામેલ 578 પ્લેયર્સમાંથી 36ની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ રાખવામાં આવી છે. જ્યારે 33 લોકોની બેઝ પ્રાઈસ દોઢ કરોડ છે.
મુંબઇ ઇન્ડિયન્સ સહિત ચાર ટીમોમાં ત્રણ ત્રણ ખેલાડીઓ રિટેન કર્યા છે. આ માટે તેમની પાસે 80માંથી 47થી 49 કરોડ રૂપિયા સુધીનું જ પર્સ બચ્યું છે. એક ખેલાડી રિટેન કરનાર રાજસ્થાન રોયલ્સ હરાજી પર 67.5-67.5 કરોડ રૂપિયા ખર્ચ કરી શકશે. હરાજીમાં કુલ 578 ક્રિકેટર દાવ પર હશે. એક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઇ શકે છે.