વોટ્સએપ આઇફોન યુઝર્સો માટે એક નવુ ફિચર લાવ્યુ છે જેમાં હવે વોટ્સએપમાં મોકલાયેલા વિડિયો ચલાવવા માટે હવે તેમણે યુ ટ્યુબ ખોલવુ પડશે નહીં આ એપમાં જ લિંક યુ ટ્યુબમાં ખૂલી જશે. જેની વિન્ડો ચેટ પર જ ઉપલબ્ધ રહેશે માટે તે વિડિયો તમે વોટ્સએપ પર કામ કરતા-કરતા પણ જોઇ શકાશો. વોટ્સએપના બિટા પ્રોગ્રામની વેબસાઇટ પ્રમાણે આ સર્વિસ મેળવવા માટે આઇફોન ધારકોએ એપલના સ્ટોરમાંથી વોટ્સએપ અપડેટ કરવાનું રહેશે. આ ઉપરાંતના બીજા જ અન્ય ફેરફારો તેમાં કરવામાં આવ્યા છે.
યુઝર્સોએ વોટ્સએપ વિડિયો જોવા માટે પ્લે ઓપ્શન પર માત્ર ક્લિક કરવાનું રહેશે. આ પૂર્વ વોટ્સએપ પર આવેલા યુ ટ્યુબ વિડિયોના લિંક પર ક્લિક કર્યા બાદ આ વિડિયો યુ-ટ્યુબ એપમાં ખૂલતો હતો. વેબ સાઇટના આધારે આ વિડિયો અન્ય સેટ વિન્ડો કે બીજી કોઇ પ્રક્રિયા સમયે ખુલશે નહીં જો કે એન્ડ્રોઇટ અને વિન્ડો ફોનમાં હજુ આ સુવિધા આવી નથી વોટ્સએપના હાલ ભારતમાં ૨૦ કરોડ યુઝર્સ છે જ્યારે દુનિયાભરમાં તે ૧.૨૦ અરબ એક્ટિવ યુઝર્સ છે.