આજે ભારત માં આઇફોન 8 અને આઇફોન 8 પ્લસ સત્તાવાર રીતે લોન્ચ થશે આજ તેની સેલ્સ શરૂ થઈ જશે કારણ કે ભારતમાં કોઈ પણ એપલ સ્ટોર નથી, તેથી આ કંપનીના ભાગીદાર સ્ટોર, ઓથોરાઇઝ્ડ સ્ટોર્સ અને ઇ-કૉમર્સ વેબસાઇટ પર મળશે. આ સ્માર્ટફોનનું વેચાણ 29 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યે શરૂ થશે. પ્રિ ઓર્ડર્સ ઑક્ટોબર 22 થી શરૂ થય ચુક્યા હતા.
આ બંને સ્માર્ટફોન ઓનલાઇન અને ઑફલાઇન મળી શકે છે. ક્રોમા, રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ અને વિજય સેલ્સ જેવા રીટેઈલર્સ પાસેથી પણ આ ખરીદી શકાય છે. કુલ મળીને દેશભરમાં 30 હજાર સ્ટોર્સ પર તેનું વેચાણ થશે.
અહેવાલો છે કે આ દરમિયાન એપલના CEO ની ટીમ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેશે. રિલાયન્સ જિયોએ એપલ સાથે પાર્ટનશિપની રજૂઆત કરી છે, જેના હેઠળ એમેજોન સાથે મળીને આઇફોન 8 અને આઇફોન 8 પ્લસ પર 70 ટકા સુધી બાયબેક આપવામાં આવશે.
આઇફોન 8 ના 64 જીબી ની કિંમત ભારતમાં 64,400 રૃ. જ્યારે તેની 256GB ની કિંમત 77,000 રૃ. હશે. આઇફોન 8 પ્લસ 64 જીબી ની કિંમત 73,000 રૃપિયા હશે જ્યારે તેની 256GB ની કિંમત 86,000 રૂપિયા હશે. આ બન્ને આઇફોન ભારતમાં 29 સપ્ટેમ્બર લોન્ચ થશે.
– રિલાયન્સ જીયો ના સિમ સાથે આ સ્કિમ મળશે
જો તમે રિલાયન્સ જિયોનાં સ્ટોર્સ અથવા Amazon પાસેથી નવો આઈફોન ખરીદો છો એટલે કે તમે પ્રી બુકિંગ કરી શકો છો તો 70% રકમ તમને પરત મળશે. જોકે પૈસા પાછા ત્યારે જ મળશે, જ્યારે તમે એક વર્ષ સુધી આઇફોન 8/8 પ્લસ યુઝ કરી કઈ પણ ડેમેજ વગર રિલાયન્સ જીયો ને પરત જમા કરાવશો. .
બીજી શરત એ છે કે તમે એક વર્ષ સુધી તે જિયોના જ સીમનો ઉપયોગ કરી શકશો. ત્રીજી શરત છે કે તમારે એક વર્ષ સુધી દર મહિને જીયોનો 799 રૃપિયા વાળો પ્લાન જ લેવો પડશે.
દાખલા તરીકે, જો તમે આઇફોન 8 પ્લસ 256GB વાળો ખરીદવા માંગતા હોય તો તેની કિંમત 86,000 રૂપિયા છે, તેના 70 ટકા એટલે કે 60,200 રૂપિયા એક વર્ષ પછી તે પાછા મળશે. પરંતુ જીએસટી પછી 60,200 માંથી 10,300 રૂપિયા ઓછા થશે, એટલે કે 50 હજાર રૂપિયાથી પણ ઓછા તમને પરત મળશે.
એટલું જ નહીં, કેશબેક તમે ત્યારે જ ક્લેમે કરી શકશો જ્યારે એક વર્ષ સુધી તમે 799 રૃપિયાનો જિયો પ્લાન યુઝ કર્યો હશે.
– કેશબેક ઓફર
એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આઇફોન 8 અને આઇફોન 8 પ્લસ માટે પૂર્વ બુકિંગ શરૂ થયેલ છે. એક્સચેંજ ઓફર સાથે કેશબેકની પણ સ્કીમ આપી રહી છે.
ઇ-કૉમર્સ વેબસાઇટ Amazon પર સિટી બૅન્કના કાર્ડથી શોપિંગ કરવા માં આવશે તો 10 હજાર રૂપિયા કેશબેક આપવામાં આવશે.
આઇફોન 8 અને આઇફોન 8 પ્લસ માટે જીયોએ ખાસ ટેરિફની જાહેરાત પણ કરી છે. 799 રૂપિયામાં દર મહિને 90 જીબી 4 જી ડેટા સાથે મફત અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ મળશે તેની વેલિડિટી 28 દિવસની હશે.