૩૦૦ દર્દીઓએ લાભ લીધો
શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા વિનામુલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકોએ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં સેલસ હોસ્પીટલનાં સહયોગથી તેમજ આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત મેડિકલ ડીરેકટર ડો.ધવલ ગોધાણી શહેર કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટ પ્રમુખ રાજેશ આમરણીયા, લોક સરકાર સૌરાષ્ટ્ર કચ્છ ઈન્ચાર્જ ભાર્ગવ પઢીયાર, ડો.સચીન ભીમાણી સહિતનાં હાથે દિપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરેલ. આ કેમ્પમાં ડોકટરની ટીમ ન્યુરોસર્જન ડો.સચીન ભીમાણી, એમ.ડી.ફીઝીશીયન ડો.સાવન છાત્રોલા, એમ.એસ.ઓર્થોપેડીક સર્જન ડો.હિમાંશુ કાનાણી, ગાયનેકોલોજીસ્ટ, ડો.હેનીલ પટેલ, એમ.બી.બી.એસ. ક્રિટીકલ કેર ડો.નરેશ બારાસરા, એમ.એસ.જનરલ સર્જન ડો.પ્રતિક રાવલ સહિતનાં ખાસ ઉપસ્થિત રહી સેવાકાર્યમાં જોડાયા હતા.
આ કેમ્પમાં જરૂરીયાત લોકોને ડાયાબીટીસ રીપોર્ટ બી.પી.સહિતનાં નાના મોટા રીપોર્ટ ફ્રીમાં કરીને જ‚રીયાત લોકોને દવા પણ ફ્રીમાં આપેલને બને તેટલી લોકોને મદદ કરવા પ્રયત્ન કરેલ. આ ડોકટર્સની સરાહનીય કામગીરીથી દરેક ડોકટર્સનું સન્માન કરી શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા સન્માનરૂપે શિલ્ડ આપી બહુમાન કરેલ. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પૂર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કાનાભાઈ ચૌહાણ, યુનુસ સપા, જયાબેન ટાંક, સવજીભાઈ ભંડેરી, હરીભાઈ રાઠોડ, શૈલેષ ટાંક, નિશાંત પોરીયા, રાજેન્દ્ર મકવાણા, હીતેશ જરીયા વગેરે મદદ‚પ થયેલ છે.
કેમ્પ કરવાનો એકમાત્ર હેતુ લોકોની સેવા કરવાનો
શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટનાં પ્રમુખ રાજેશ આમરેણીયાએ જણાવ્યું હતું કે, શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સેલસ હોસ્પિટલનાં સહયોગથી નામાંકિત ડોકટરો આ કેમ્પમાં સેવા આપવાના છે. જેમાં એમડી, ન્યુરોસર્જન, એમ.એસ.ઓર્થોપેડીક જેવા દરેક ડોકટરો છે. આ કેમ્પ કરવાનો મુખ્ય હેતુ લોકોની સેવા કરવાનો છે અને આવતા દિવસોમાં દરેક વોર્ડનાં પછાત વિસ્તારોમાં આવા કેમ્પ કરવાની ગણતરી છે. આ મેડિકલ કેમ્પમાં ૩૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો. કેમ્પનો મુખ્ય હેતુ લોકોની સેવા કરવાનો છે તેમ અંતમાં જણાવ્યું હતું.